હાર્દિક પટેલ કોને મુર્ખ બનાવી રહ્યો છે, પોતાને કે પછી પાટીદારોને ?

હાર્દિક પટેલ કોને મુર્ખ બનાવી રહ્યો છે, પોતાને કે પછી પાટીદારોને ?
હાર્દિક પટેલ કોને મુર્ખ બનાવી રહ્યો છે, પોતાને કે પછી પાટીદારોને ?

હાર્દિક પટેલ કોને મુર્ખ બનાવી રહ્યો છે, પોતાને કે પછી પાટીદારોને ?

છેલ્લાં બે વર્ષમાં પાટીદાર અનામતની માગણી કરતા હાર્દિક પટેલની માગણી અને વિચારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, હાર્દિકની ઉમંર નાની હોવા છતાં કઈ રમત કયારે રમી શકાય અને કયારે રમત છોડી શકાય તેની પાક્કી સમજ હાર્દિકમાં છે, હમણાં શહિદ યાત્રા ચાલી રહી છે, જીએમડીસી મેદાનની સભા પછી પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા પાટીદાર યુવાનોની યાદમાં હમણાં યાત્રા ફરી રહી છે, તેમાં હાર્દિક યાત્રામાં ગેસ્ટ એપીયરન્સ આપે છે, હાર્દિકે જાહેરાંત કરી કે 25 ઓગષ્ટથી અનામત માટે આમરણાંત ઉપવાસ કરશે.

હાર્દિકની આ જાહેરાંતને કારણે પાટીદારોમાં અનામત મળશે તેવી આશાે ફરી એક વખત થોડો શ્વાસ મળ્યો છે, હજી 25 ઓગષ્ટની દોઢ મહિનાનો સમય બાકી છે, પણ જાહેરાંત કરી તેના બે દિવસમાં હાર્દિકે એક પોસ્ટ મુકી કે ભાજપ સરકાર તેને આઈપીસી 309માં પકડી લેશે, અને આ માટે પ્રદેશ ભાજપ દ્વારા કેન્દ્રીય મોવડી મંડળ સાથે વાત પણ કરી છે. આમ આમરણાંત ઉપવાસ પહેલા જ હાર્દિકે મેદાન છોડવા માટેની પુર્વ ભુમીકા તૈયાર કરી છે, દેશની કોઈ પણ જેલ એક યુનિવર્સિટી જેવી હોય છે, હાર્દિક સુરતની લાજપોર યુનિવર્સીટીનો સ્નાતક છે.

હાર્દિકે નાની ઉમંરમાં ઘણા બધા કાયદાનો અભ્યાસ કર્યો છે, હાર્દિક પટેલ ખુદ જાણે છે કે આઈપીસી 309 હેઠળ દેશની કોઈ પણ સરકાર અને દેશની કોઈ પણ પોલીસ હાર્દિકને ઉપવાસ કરતા પહેલા આત્મહત્યાના પ્રયાસ માટે પકડી શકે નહીં, કારણ કાયદો માણસના કૃત્યના આધારે ગુનો નક્કી કરે છે, કોઈ વ્યકિત ઉપવાસ કરે તેવુ વિચારે અથવા બોલે તેનાથી આત્મહત્યાનો પ્રયાસ સાબીત થતો નથી, આમ હાર્દિકને ભાજપ સરકાર પકડવા માગે છે તે વાતમાં કોઈ જ દમ નથી અને તે વાત હાર્દિક પોતે પણ જાણે છે.

આઈપીસી 309માં સુધારો પણ થયો છે, કોઈ માણસ આત્મહત્યાનો પ્રયાસ કરે તો તપાસ કરનાર અમલદારે કોર્ટમાં સાબીત કરવાનું છે કે આ વ્યકિતએ કોઈ પણ પ્રકારના માનસીક દબાણ વગર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તો 309 હેઠળ ગુનો બને છે, જો આત્મહત્યાનો પ્રયાસ કરનાર કોઈ પણ પ્રકારના માનસીક દબાણ હેઠળ હોય તો તે 309 હેઠળ આરોપી બનતો નથી, આ બધી જ બાબતો હાર્દિક પટેલને પણ ખબર છે, તો પછી પહેલા ઉપવાસની જાહેરાંત કરે અને પછી મને પોલીસ પકડી જવાની છે અને હું જેલમાં પણ ઉપવાસ કરી આ પ્રકારની નિવેદન કરી તે વાતને કયાં લઈ જવા માગે છે તેવુ સમજવુ પડે,

અનામત નહીં આપનારી ભાજપને પાડી જ દો કહેનાર હાર્દિક પટેલ ખરેખર પાટીદાર અનામત માટે ભાજપને પાડી દેવા માગતો હોય અને ભાજપ પડી જાય તો પણ વાંધો નથી, પણ ભાજપ પડયા પછી ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બને તે એક વતા એક જેવી સરળ બાબત છે. ભાજપ પડી જાય અને કોંગ્રેસ સત્તા મળ્યા પછી કોંગ્રેસ પણ પાટીદારોને અનામત આપી શકવાની નથી તે ખુદ હાર્દિક પણ સારી રીતે જાણે છે. એક તબ્બકે માની લઈ કે ભાજપની દાનત ખોરી છે, અને ભાજપ વિધાનસભામાં કાયદો બનાવવા માટે બીલ લાવતુ નથી, પણ બીજી તરફ કોંગ્રેસ અથવા પાસમાંથી કોંગ્રેસમાં ગયેલા અને ધારાસભ્ય થઈ ગયેલા એક પણ નેતા પાટીદાર અનામતની માગણી માટે બીલ કેમ મુકતા નથી.

ભાજપની બહુમતી છે અને કોંગ્રેસની લધુમતીમાં છે, કોંગ્રેસના કોઈ પણ સભ્ય પાટીદારોને અનામત આપવી જોઈએ તેવુ બીલ રજુ કરે તો ભાજપને તેને બહુમતીની ઉડાવી દે, પણ એક વખત કોંગ્રેસ પોતાનું દામન સાફ છે તે બતાડવા માટે પણ પાટીદાર અનામતનું બીલ વિધાનસભામાં મુકી તો ખરા, પણ કોંગ્રેસ પણ તેવુ કરવાની નથી, હાર્દિકે જેવી જાહેરાંત કરી કે તે અનામત માટે ઉપવાસ કરવાનો છે તેની સાથે તેની જનતા રેડના સાથી અલ્પેશ અને જીજ્ઞેશે કહી દીધુ કે હાર્દિકના ઉપવાસ સાથે અમે નથી. આમ દરેકને પોતાનો વ્યકિતગત એજન્ડા છે. પાટીદારોને કયારેય કોઈ પણ સરકાર કયારેય અનામત આપી શકવાની નથી તે હાર્દિક પટેલ સારી રીતે જાણે છે,

પછી તે ઉપવાસ કરવાની જાહેરાંત કરે, પછી પોલીસ મને પકડી લેવાની છે તેવી જાણકારી જાહેર કરે આ બધી બાબતોમાં હાર્દિક કોને મુર્ખ બનાવી રહ્યો છે કે પોતાને કે પછી પાટીદારને તે સમજવા થોડી રાહ જોવી પડશે કારણ હાર્દિકના હાથમાં રહેલી સ્ક્રીપ્ટ પોતાની નથી તે તો નેપથ્યનો એક કલાકાર છે, દિગદર્શક અને લેખકો જુદા છે, સામાન્ય માણસ માને છે કે હાર્દિક કોંગ્રેસના હાથનું રમકડુ છે, પણ તે માન્યતા ભુલ ભરેલી છે.