ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ કર્યો કેસ દાખલ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ કર્યો કેસ દાખલ
પત્નીએ કરી ફરિયાદ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ કર્યો કેસ દાખલ

Sports: ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની જિંદગીમાં તોફાનના તરકટ યથાવત છે. ક્રિકેટરની પત્ની હસીન જહાંએ કોલકત્તામાં શમી સામે કેસ દાખલ કર્યો છે.

હસીન જહાંએ મોહમ્મદ શમી પર કોલકતામાં કેસ દાખલ કરી મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે મોહમ્મદ શમીએ દુબઈમાં એક પાકિસ્તાની યુવતી અલિશ્બા નામની યુવતી પાસેથી નાણાં લીધા હતા. શમીની પત્નીનો આરોપ છે કે તેના પતિએ અલિશ્બા માટે દુબઈમાં હોટલ પણ બુક કરાવી હતી. હસીન જહાંએ શમી અને અલિશ્બાની વચ્ચે સંબંધ હોવાની વાત કરી હતી.

હસીન જહાંએ મોહમ્મદ શમીના બ્રિટનમાં રહેતા પાકિસ્તાની મૂળના નાગરિક મોહમ્મદ ભાઈ સાથે સંપર્કમાં હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ પહેલા હસીન જહાંએ તેના પતિ મોહમ્મદ સમીના આડા સંબંધો હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં શમીએ પહેલીવાર સામે આવીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શમીએ કહ્યુ છે કે હોલી સુધી બધુ બરાબર હતું. પરતું અચાનક તેની પત્નીએ આરોપો શા માટે લગાવ્યા તેનો તેને અંદાજો આવતો નથી. શમીએ કહ્યુ હતુ કે હસીન જહાંએ તેની સાથે પાંચ વર્ષથી આમ થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. પરંતુ હકીકતમાં તેના લગ્નને ચાર વર્ષ જ થયા છે. જો આવું પાંચ વર્ષથી ચાલતુ હોય. તો મામલો બહાર લાવવામાં પાંચ વર્ષ કેમ લગાડ્યા?