ક્રિકેટર Mohammed Shami ની વધી મુશ્કેલીઓ, પત્નીએ દુષ્કર્મ-હત્યાના લગાવ્યા આરોપ

ક્રિકેટર Mohammed Shami ની વધી મુશ્કેલીઓ, પત્નીએ દુષ્કર્મ-હત્યાના લગાવ્યા આરોપ
Mohammed Shami and wife Hasin Jahan

ક્રિકેટર Mohammed Shami ની વધી મુશ્કેલીઓ, પત્નીએ દુષ્કર્મ-હત્યાના લગાવ્યા આરોપ

નેશનલ ડેસ્ક: ભારતીય ટીમના ફાસ્ટ બોલર Mohammed Shami ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. અનૈતિક સંબંધોના આરોપોને લઈને તેની પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારબાદ, કોલકાતાની લાલ બજાર પોલીસ હેડકવાર્ટરમાં શમી સહીત પાંચ લોકો પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

કોલકાતા પોલીસે Mohammed Shami અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ આઈપીસીની કલમ, 498A, 323, 307, 376, 506, 328 અને 34 હેઠળ કેસ દાખલ કર્યો છે. જેમાં, શમી પર ઘરેલું હિંસાના આરોપોમાં આઈપીસીની કલમ 498A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ, શમી અને તેમના પરિવારના સભ્યો પર તેની પત્ની હુસૈન જહાંને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. તો બીજી બાજુ,  શમી પર આઇપીસીની કલમ 323 હેઠળ તેની પત્નીને માર મારવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં Mohammed Shami પર આઈપીસીની કલમ 307 હેઠળ પત્નીની હત્યા કરવાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ કલમ મુજબ, જો આરોપી હત્યાના હેતુથી પત્ની સાથે મારઝૂડ કરે છે અને પત્નીનું મોત નીપજે છે તો તે હત્યામાં આરોપી ગણાય છે. તો સાથે જ, શમી પર આઈપીસીની કલમ 328 હેઠળ ઝેરી વસ્તુ દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

એટલું જ નહીં, શમીની પત્નીએ તેના પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે. Mohammed Shami પર આઇપીસીની કલમ 376 હેઠળ બળાત્કાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જેમાં તેને ઓછામાં ઓછા સાત વર્ષ અથવા આજીવન અથવા 10 વર્ષની જેલવાસની સજા પણ થઇ શકે છે.

Mohammed Shami IPC ની કલમ 506 હેઠળ અપરાધભાવથી ધાકધમકી આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, જેના સિદ્ધ થવા પર શમીને બે વર્ષની સજા અને દંડ પણ થઇ શકે છે. તો સાથે સાથે શમી પર આઈપીસીની કલમ 34 હેઠળ પણ કેસ કરવામાં આવ્યો છે. જેમાં, શમીના પરિવારના સભ્યો દ્વારા સામાન્ય હેતુથી માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પહેલા Mohammed Shami ની પત્નીનું કહેવું હતું કે તેમને કોઈની મદદ ન મળી, એટલે મેં મારી વાત મુકવા માટે ફેસબુકનો સહારો લીધો. તેમની ફેસબુક પોસ્ટ હટાવવા પર તેમણે સવાલ કર્યો કે આખરે કેમ તેમનું અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું અને તેમની જાણ બહાર કેવી રીતે તમામ પોસ્ટ હટાવી દેવામાં આવી?