ઐતિહાસિક ફિલ્મ બનાવવી એટલે ખાંડાની ધાર પર ચાલવુ : વરુણ ધવન

ઐતિહાસિક ફિલ્મ બનાવવી એટલે ખાંડાની ધાર પર ચાલવુ : વરુણ ધવન
ઐતિહાસિક ફિલ્મ બનાવવી એટલે ખાંડાની ધાર પર ચાલવુ : વરુણ ધવન

ઐતિહાસિક ફિલ્મ બનાવવી એટલે ખાંડાની ધાર પર ચાલવુ : વરુણ ધવન

ટોચના અભિનેતા વરુણ ધવને કહ્યું કે ઐતિહાસિક ફિલ્મ બનાવવી કે નવલકથા લખવી એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. કોની લાગણી ક્યારે ક્યાં દૂભાઇ જાય કંઇ કહેવાય નહીં.

લેખક અમિષ ત્રિપાઠીની સુહેલદેવ એન્ડ ધ બેટલ ઑફ બહરિચ નવલકથાના લોકાર્પણ પ્રસંગે વરુણ બોલી રહ્યો હતો. અદાકારો ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરતાં કેમ ડરે છે એવા સવાલના જવાબમાં વરુણે કહ્યું કે દુર્ભાગ્યે આપણા દેશમાં ઐતિહાસિક ફિલ્મો બનાવવી એ તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ કાર્ય છે. તાજેતરમાં એવી બે ફિલ્મોને સહન કરવાનું આવ્યું હતું. ક્યારે કયા સમાજને કઇ વાતનું ખોટું લાગી જશે કે કયા કારણે એમની લાગણી દૂભાઇ જશે એની ખબર ન પડે.

વરુણે કટાક્ષમાં કહ્યું કે અહીં તો બૂટની દોરી ખુલ્લી રહી જાય તો પણ હો હા કરનારા લોકો છે. એેમની લાગણી તરત દૂભાઇ જાય કે બૂટની દોરી કેમ ખુલ્લી દેખાડી ? અમને પહેલાં પૂછ્યું હોત તો અમે તમને માર્ગદર્શન આપ્યું હોત એવી દલીલો કરવામાં આવે છે અને હિંસક હુમલા થાય છે. અગાઉ આટલી બધી અસહિષ્ણુતા નહોતી. આવા સંજોગોમાં કોઇ ઐતિહાસિક ફિલ્મ કરે તો કેવી રીતે કરે ? અને હા, અહીં દરેક ઇતિહાસકાર એક જ પ્રસંગેન જુદી જુદી રીતે રજૂ કરતા હોય છે. એમાં સાચું શું અને ખોટું શું એની શી રીતે ખબર પડે ? એ તમે મને સમજાવો. જો કે તેણે ઉમેર્યું હતું કે સારી સ્ક્રીપ્ટ મારી પાસે આવશે તો હું જરૃર ઐતિહાસિક ફિલ્મ પણ કરીશ.(જી.એન.એસ)