શિયાળામાં ઘરે બનાવો ગુંદર પાક

શિયાળામાં ઘરે બનાવો ગુંદર પાક
gundar-pak

શિયાળામાં ઘરે બનાવો ગુંદર પાક

સામગ્રી :

250 ગ્રામ ગુંદર (બાવળનો)
250 ગ્રામ રવો
500 ગ્રામ ઘી
100 ગ્રામ સૂકું કોપરું
500 ગ્રામ ખાંડ – દળેલી
50 ગ્રામ બદામ
50 ગ્રામ પિસ્તાં
50 ગ્રામ ચારોળી
25 ગ્રામ ખસખસ
25 ગ્રામ સૂંઠ
દરેક વસ્તુ 10 ગ્રામ – ગંઠોડા, એલચી, ધોળી મુસળી
કાળી મૂસળી, ગોખરુ, અાસન, શતાવરી, નાગકેસર, પીપર

રીત:
ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડી ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. કોપરાને છીણી, શેકી લેવું. પછી બધું ભેગું કરી, દળેલી ખાંડ, બદામ-પિસ્તા-ચારોળીનો ભૂકો, શેકેલી ખસખસ, ખાંડેલી સૂંઠ, એલચીનો ભૂકો અને બધું વસાણું બારીક ખાંડી, ચાળીને નાંખવું. ઘીન ગરમ કરી નાંખી, બરાબર હલાવી, થાળીમાં ઘી લગાડી, ગુંદરપાક ઠારી દેવો. ઉપર થોડી બદામની કાતરી અને ચારોળી ભભરાવી દેવાં અથવા ચાંદીના વરખ લગાડવા.