જાણો Indian Passport પર કેટલાં દેશોમાં વીઝા વગર ફરી શકશો?

જાણો Indian Passport પર કેટલાં દેશોમાં વીઝા વગર ફરી શકશો?
Indian Passport

જાણો Indian Passport પર કેટલાં દેશોમાં વીઝા વગર ફરી શકશો?

આમ તો વિદેશમાં ફરવા માટે વીઝાની જરૂર પડતી હોય છે, પરંતુ છેલ્લાં થોડાં સમયથી સિનારિયો બદલાયો છે. હવે વીઝા વગર પણ તમે વિદેશમાં જઇને વીઝા ઓન અરાઇવલ લઇ તે દેશમાં બિન્દાસ ફરી શકો છો.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ કે જે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશનની સાથે મળીને દર વર્ષે બેસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ બહાર પાડે છે, તેમાં આ વખતે સિંગાપોર અને જાપાન પ્રથમ સ્થાને છે, જે 180 દેશોમાં વિઝા વગર ફરવા માટે અનુમતિ આપે છે.

‘હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઇન્ડેક્સ’ દ્વારા દર વર્ષે આ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં સમય આવ્યે ફેરફાર થઇ શકે છે.

ભારતની વાત કરીએ તો ભારત આ લિસ્ટમાં 81નાં નંબર પર છે, જે વિશ્વનાં 56 દેશોમાં વીઝા વગર ફરવાની અનુમતિ આપે છે.

Passport
Visa on Arrival

જુઓ આ લિસ્ટમાં ટોપ ટેનમાં કયા દેશો સામેલ છે?

ક્રમાંક દેશનું નામ કેટલા દેશોમાં ફરી શકાય?
1 જાપાન, સિંગાપોર 180
2 જર્મની 179
3 ફ્રાન્સ, ઇટલી, સ્પેન, ડેન્માર્ક, ફિનલેન્ડ, સ્વીડન, સાઉથ કોરિયા 178
4 પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, યુનાઇટેડ કિંગ્ડમ, નોર્વે, લક્ઝમબર્ગ, નેધરલેન્ડસ 177
5 કેનેડા, સ્વીટ્ઝરલેન્ડસ, આયર્લેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 176
6 ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, બેલ્જિયમ 174
7 માલ્ટા, ન્યૂઝીલેન્ડ, ચેક રિપબ્લિક 173
8 આઇસલેન્ડ 172
9 હંગેરી 171
10 લાટવિયા 170
Airport
Airport (Representative Image)

Also Read: લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે ભારતના આ ઓફ-બીટ સ્થળો