જાણો કેટલાં પ્રકારની હોય છે એકાદશી?

જાણો કેટલાં પ્રકારની હોય છે એકાદશી?

જાણો કેટલાં પ્રકારની હોય છે એકાદશી?

હિંદુ
ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. વિક્રમ સંવત મુજબ બાર મહિનામાં બે પક્ષ હોય છે,
શુક્લ અને કૃષ્ણ. આ બંને પક્ષમાં એક-એક અગિયારસ એટલે કે અગિયારમી તિથી હોય છે, જે
દિવસે લોકો ધાર્મિક વિધિ-વિધાન મુજબ ઉપવાસ કરી અગિયારસનું વ્રત કરે છે.

એક
વર્ષમાં કુલ 24 અગિયારસ હોય છે અને જો વર્ણાં અધિક મહિનો હોય તો વધુ બે એમ કુલ 26
અગિયારસ થતી હોય છે. દરેક અગિયારસનું પોતાનુ આગવું મહત્વ હોય છે તથા દરેક
અગિયારસનાં નામ પણ તેની પૌરાણિક વાર્તાઓ મુજબ આપવામાં આવ્યા છે. આ દિવસે ફરાળી
ખાઇને ઉપવાસ કરવામાં આવે છે. એકમાત્ર નિર્જળા એકાદશી એવી છે, જેમાં ખાધા-પીધા વગર
ઉપવાસ કરવાનો હોય છે.

વર્ષની
આવતી દરેક એકાદશીનાં નામ આ મુજબ છે-

(૧) પ્રબોધિની એકાદશી

(૨) ઉત્પતિ એકાદશી

(૩) મોક્ષદા એકાદશી

(૪) સફલા એકાદશી

(૫) પુત્રદા એકાદશી

(૬) ષટતિલા એકાદશી

(૭) જયા એકાદશી

(૮) વિજયા એકાદશી

(૯) આમલકી એકાદશી

(૧૦) પાપમોચિની એકાદશી

(૧૧) કામદા એકાદશી

(૧૨) વરુથિની એકાદશી

(૧૩) મોહિની એકાદશી

(૧૪) અપરા એકાદશી

(૧૫) નિર્જળા એકાદશી

(૧૬) યોગિની એકાદશી

(૧૭) શયન એકાદશી

(૧૮) કામિકા એકાદશી

(૧૯) પુત્રદા એકાદશી

(૨૦) અજા એકાદશી

(૨૧) જયંતી એકાદશી

(૨૨) ઈન્દિરા એકાદશી

(૨૩) પાશાંકુશા એકાદશી

(૨૪) રમા એકાદશી

(૨૫) પદ્મિની એકાદશી

(૨૬) પરમા એકાદશી.