આ રીતે બનાવો મસાલા રાજમા

આ રીતે બનાવો મસાલા રાજમા
rajma

આ રીતે બનાવો મસાલા રાજમા

સામગ્રી :-
રાજમા – 125 ગ્રામ
તેલ – 2 ચમચા
તમાલપત્ર – 2 નંગ
મોટી ઈલાયચી – 3 નંગ
ડુંગળી – 4 નંગ, મધ્યમ કદની
લીલા મરચા – 1 નંગ
લસણની પેસ્ટ – 1/2 ચમચો
આદુની પેસ્ટ – 1/2 ચમચો
ટમેટા – 3 નંગ, મધ્યમ કદના
મીઠું – સ્વાદાનુસાર
હળદર – 1/4 ચમચી
ધાણા પાઉડર – 1 ચમચી
કાશ્મીરી લાલ મરચા પાઉડર – 1/4 ચમચી
જીરું પાઉડર – 1/2 ચમચી
ગરમ મસાલો – 1/2 ચમચી
રાજમાં મસાલા પાઉડર – 2 ચમચી
કસૂરી મેથી – 1 ચમચો

રીત :-
સૌ પ્રથમ રાજમાને ધોઈ અને આખી રાત પલાળવા, ત્યારબાદ તેને બાફી લેવા, તેનું પાણી રાખી મુકવું, ડુંગળીને ઝીણી સમારી લેવી, ટમેટાની પ્યુરી તૈયાર કરવી, લીલા મરચા સમારી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં તમાલપત્ર અને મોટી ઈલાયચીને આખી નાખવી, તેને એકાદ મિનીટ શેકવું, ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી નાખી સાંતળવી,સમારેલ લીલા મરચા,આદુઅને લસણની પેસ્ટ ઉમેરવી તેને થોડીવાર સાંતળવા દેવા , હવે ટમેટાની પ્યુરી ઉમેરી, મીઠું, હળદર, ધાણા પાઉડર, ગરમ મસાલો, જીરું પાઉડર, લાલ મરચા પાઉડર, રાજમા પાઉડર આ બધા જ મસાલા નાખવા, ટમેટાની પ્યુરીને બે મિનીટ હલાવીને પકાવવી, એટલે મસાલાનો ટેસ્ટ તેની સાથે યોગ્ય રીતે મળી જશે, હવે તેમાં બાફેલ રાજમા પાણી સાથે જ ઉમેરી દેવા અને કસૂરી મેથી નાખી હલાવીને ઢાંકણ ઢાંકી 15 મિનીટ માટે આ બધું ધીમા તાપે પકાવવું, જરૂર પડે તો થોડું પાણી નાખી શકાય, ત્યારબાદ ગેસ બંધ કરવો, રાજમાને ગરમા ગરમ નાન કે પરોઠા સાથે પીરસવા