હું મનોરંજન-મસાલા ફિલ્મો કરવા માટે જ બન્યો છું : રણવીર સિંહ

હું મનોરંજન-મસાલા ફિલ્મો કરવા માટે જ બન્યો છું : રણવીર સિંહ

હું મનોરંજન-મસાલા ફિલ્મો કરવા માટે જ બન્યો છું : રણવીર સિંહ

દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે ‘સિમ્બા’ ફિલ્મ કરી રહેલો રણવીર સિંહ કહે છે, મસાલા ફિલ્મો કરવી કંઇ સહેલી નથી. તે આર્ટ ફિલ્મોની સરખામણીએ બહુ મહેનત માગી લે છે. મારી ‘સિમ્બા’ ફિલ્મમાં મુખ્યપ્રવાહની ફિલ્મ જેવું મસાલા મનોરંજન છે. ઝોયા અખ્તરની ‘ગલી બૉય’ ફિલ્મ પૂરી કર્યા પછી રણવીર સિંહ હવે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ ફિલ્મનું શૂટિંગ કરવા માટે તૈયાર છે.

રણવીર ફરી મસાલા ફિલ્મો કરવા તૈયાર છે. રણવીર કહે છે, ‘સિમ્બા’ ફિલ્મ મારી ઘરની ફિલ્મ હોય તેવું લાગે છે. મને મુખ્યપ્રવાહની અને મનોરંજક મસાલા ફિલ્મો કરવી બહુ પસંદ છે. રણવીર કહે છે, લોકો મસાલા ફિલ્મોમાં કળા ઓછી હોય તેમ માને છે, પણ મને એવું નથી લાગતું. દર્શકોને અપીલ કરે તેવી ફિલ્મ બનાવવી સરળ છે, પણ આખું કુટુંબ સાથે બેસીને ફિલ્મ જોઇ શકે તેવી ફિલ્મ બનાવવી બહુ મુશ્કેલ હોય છે. લોકો બહુ જલ્દી આવી ફિલ્મોને જજ કરી લે છે. ‘સિમ્બા’ જેવી ફિલ્મ બનાવવી પણ મહેનતનું કામ છે.