IMD: આ વર્ષે પણ સામાન્ય રહેશે સામાન્ય ચોમાસું, ખેડૂતો માટે રાહતના સમાચાર

IMD: આ વર્ષે પણ સામાન્ય રહેશે સામાન્ય ચોમાસું, ખેડૂતો માટે રાહતના સમાચાર
IMD Monsoon Forecast, 97 percent rain fall predict

IMD: આ વર્ષે પણ સામાન્ય રહેશે સામાન્ય ચોમાસું, ખેડૂતો માટે રાહતના સમાચાર

IMD હવામાન વિભાગે વર્ષ 2018માં ચોમાસું સરેરાશ કેવું રહેશે તેની માહિતી આપતા 97 % વરસાદની આગાહી કરી છે.

IMD ના જણાવ્યા મુજબ સતત ત્રીજા વર્ષે પણ સમાન્ય રહેશે ચોમાસું

નવી દિલ્હી: IMD હવામાન ખાતા તરફથી માહિતી આપવામાં આવી છે કે આ વખતે ચોમાસું દર વખતની જેમ સામાન્ય રહશે. દેશભરમાં આ વખતે 97 ટકા વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે 97 ટકા વરસાદ પડી શકે છે. જોકે, નોડલ એરર 5% રહેવાની શક્યતા છે. જેના કારણે 5 % વધુ અથવા 5% ઓછો વરસાદ થવાની સંભાવના રહેલી છે. જોકે, બંને સ્થિતિમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસું સામાન્ય રહી શકે છે.

હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સતત ત્રીજા વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેશે. સતત ત્રીજા વર્ષે ચોમાસું સામાન્ય રહેતા ખેડૂતોને ઘણી રાહત મળશે.

વધુમાં, ચોમાસું શરૂ થવા અંગે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસું ક્યારથી શરૂ થશે તેનું અંતિમ અંદાજ જૂન મહિનામાં બતાવવામાં આવશે. જોકે, અંદાજ મુજબ, કેરળમાં મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા જુનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાની શરૂઆત થઇ જશે. જેની ચોક્કસ માહિતી મે મહિનાના મધ્યમાં આપી દેવામાં આવશે.

જોકે, હાલ સમગ્ર ચોમાસું કેવું રહેશે તેની માહિતી આપવામાં આવી નથી. પરંતુ, આખું ચોમાસું સરેરાશ કેવું રહેશે તેની માહિતી આપવામાં આવી છે. વધુમાં, જુન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું કેવું રહેશે તેની માહિતી મે મહિનાના મધ્ય સપ્તાહમાં આપવામાં આવશે.

હાલ, તો હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જોકે, ચોમાસું સામાન્ય રહેશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.