વાંસ(બામ્બૂ) વિશે જાણો કંઇક અવનવું

વાંસ(બામ્બૂ) વિશે જાણો કંઇક અવનવું

વાંસ(બામ્બૂ) વિશે જાણો કંઇક અવનવું

  • બામ્બૂ 116 વિભાગમાં લગભગ 1439 પ્રજાતિઓ ધરાવે છે. સાથે જ બામ્બૂ ઘાસની 12 સબ-ફેમિલીમાનો એક ભાગ છે.
  • પૃથ્વી પરનો ફાસ્ટેસ્ટ ગ્રોઇઁગ પ્લાન્ટમાં બામ્બૂ મોખરે છે. તે એક દિવસમાં લગભગ 3 ફુટ ઉગે છે.
  • બામ્બૂ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને મેઇન્ટેઇન રાખે છે. સામાન્ય વૃક્ષ કરતાં બામ્બૂ લગભગ 35% વધારે ઓક્સિજન હવામાં છોડે છે. જેથી વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા જળવાઇ રહે છે.
  • બામ્બૂને બાંધકામમાં પણ વાપરી શકાય છે. તેની મજબૂતાઇ 28,000 psi(pound per square inch) છે, જ્યારે સ્ટીલની ક્ષમતા 23,000 psi હોય છે.
  • બામ્બૂ એક ગ્રેટ સોઇલ કન્જર્વેશન ટુલ છે. બામ્બૂ જમીનને જકડી રાખે છે, જેથી વરસાદ સમયે સોઇલ એરોઝન થતું અટકાવે છે. આમ, બામ્બૂ ‘અર્થ ફ્રેન્ડલી’ છે.
  • સામાન્ય વૃક્ષ કરતાં બામ્બૂ વધારે સહનશક્તિ ધરાવે છે. હિરોશીમામાં 1945માં એટમ બોમ્બ ફેંકાયા બાદ પહેલાં ઉગી જનાર વૃક્ષ બામ્બૂ હતું.