હાર્દિક પટેલ સામે સભા શરત ભંગ બદલ પોલીસ ફરિયાદ

હાર્દિક પટેલ સામે સભા શરત ભંગ બદલ પોલીસ ફરિયાદ

હાર્દિક પટેલ સામે સભા શરત ભંગ બદલ પોલીસ ફરિયાદ

જામનગર: પાટીદાર અનામત આંદોલનના નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. થોડા સમય પહેલા જામનગર ખાતે યોજાયેલ સભામાં આપવામાં આવેલ ભાષણને લઈને હાર્દિક પટેલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગત 4 નવેમ્બરના રોજ જામનગરના ધુતારપુરમાં યોજાયેલ સભાને શરતી મંજૂરી આપવામાં આવી હતી. જોકે, હાર્દિકે શરતોનો ભંગ કરતુ ભાષણ કર્યું હતું. જેને લઈને હવે જામનગર પંચકોશી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 4નવેમ્બરના રોજ ધુતારપુરમાં સભા યોજવામાં આવી હતી. જેમાં, સામાજીક સુધારણા અને શૈક્ષણિકને લગતી મંજુરી માંગવામાં આવી હતી. જોકે, સભા દરમ્યાન હાર્દિક પટેલે રાજકીય ભાષણ કર્યું હતું. જેને લઈને હવે સર્કલ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.