MLA મેવાણીનો વ્યવહાર યોગ્ય ન્હોતો, પણ ભાજપના નેતાઓ પોલીસને ખખડાવે ત્યારે કેમ માઠુ લાગતુ નથી ?

MLA મેવાણીનો વ્યવહાર યોગ્ય ન્હોતો, પણ ભાજપના નેતાઓ પોલીસને ખખડાવે ત્યારે કેમ માઠુ લાગતુ નથી ?

MLA મેવાણીનો વ્યવહાર યોગ્ય ન્હોતો, પણ ભાજપના નેતાઓ પોલીસને ખખડાવે ત્યારે કેમ માઠુ લાગતુ નથી ?


પ્રશાંત દયાળ
: પાટણમાં દલિત આગેવાન ભાનુએ ભાઈ દલિતોના જમીનના મુદ્દે અનેક રજુઆત છતાં પરિણામ નહીં મળતા રાજય સરકારનું ધ્યાન દોરવા માટે પોતાનો જીવ આપી દીધો, જેના પગલે દલિતો રસ્તા ઉપર ઉતર્યા અને પોતાની નારાજગી વ્યકત કરી, રવિવારના રોજ આ મુદ્દે બંધનું એલાન પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હાજરી આપવા માટે જઈ રહેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની કાલુપુર પાસે પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કાયદાના સ્નાતક અને ધારાસભ્ય જીજ્ઞેશનો પીત્તો ગયો અને તેમણે પોલીસ અધિકારીઓ સાથે દુરવ્યવહાર કર્યો, આ મુદ્દે પોલીસ અધિકારીઓને માઠુ લાગવુ અનિવાર્ય હતું.

ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જે કે ભટ્ટે આ મુદ્દે એક પત્રકાર પરિષદ બોલાવી અને જીજ્ઞેશના વ્યવહાર અંગે નારાજગી પણ વ્યકત કરી, તેમજ આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષને પણ જાણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું, સવાલ અહિયા જીજ્ઞેશનના વ્યવહાર અને પોલીસના અપમાન માત્રનો નથી, જેમના શરીર ઉપર ખાખી કપડુ છે, તે તમામને માન આપવુ જ જોઈએ, તેમા બે મત નથી, ચાર રસ્તા ઉપર ઉભો રહેલા એક ટ્રાફિક પોલીસ રોજના લાખો વાહન ચાલકોને નિયંત્રણ કરે છે, તેનો અર્થ એક પોલીસને લાખો લોકો માન આપે છે તેના કારણે શહેરના ટ્રાફિક નિયમબંધ ચાલે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફરજ ઉપરના પોલીસ સબઈન્સપેકટરને કહ્યુ તારા પટ્ટા ઉતારી લઈશ.

પોલીસને તો હાલતા-ચાલતા મવાલીઓ પણ પટ્ટા ઉતારી લેવાની ધમકી આપે છે. પણ જીજ્ઞેશ તો ધારાસભ્ય હોવાની સાથે એક સંવેદનશીલ માણસ છે, તેમને હું વ્યકિતગત રીતે પણ ઓળખુ છુ, તેના કારણે જીજ્ઞેશનો વ્યવહાર મને પણ માઠુ લગાડનારો હતો, પરંતુ પોલીસને દરેક વખતે પોતાનું અપમાન થાય ત્યારે માઠુ લાગતુ નથી, જીજ્ઞેશ મેવાણી અપક્ષ ચુંટાયા અને કોંગ્રેસનો ટેકો હોવાને કારણે પોલીસને માઠુ લાગી ગયુ, પણ આવુ જ અપમાન ભાજપના કોઈ નેતા અથવા ધારાસભ્યએ કર્યુ હોત તો ચોક્કસ જે કે ભટ્ટ આવી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની હિમંત કરતા નથી, છેલ્લી બે દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, મેં અનેક વખતે ભાજપના નાના મોટા નેતાઓને નાના પોલીસ કમર્ચારીઓથી લઈ આઈપીએસ અધિકારીઓને પોલીસનું અપમાન કરતા જોયા છે.

પણ સત્તાધારી ભાજપના નેતા જયારે પોલીસનું અપમાન કરે ત્યારે પોલીસ તે કડવો ઘુટડો ગળી જાય છે, કારણે તેની પાછળ સારા પોસ્ટીંગની લાલચ હોય છે. પાટીદાર આંદોલન વખતે ભાજપના મંત્રી જયેશ રાદડીયાએ જાહેરમાં એસપી અતંરીપ્ત સુદને સાથે દુરવ્યવહાર કરી તેમને ખખડાવ્યા હતા,