કંગનાએ કરી જાહેરાત, અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે

કંગનાએ કરી જાહેરાત, અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે

કંગનાએ કરી જાહેરાત, અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે

કંગના રાણાવત હવે અન્ય કોઇ ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરશે નહી. થોડાક મહિના પહેલા કંગના રાણાવતે જાહેરાત કરી હતી કે તે ફિલ્મ તેજુની સાથે ફિલ્મ નિર્દેશનની શરૂઆત કરશે. તેજુમાં કંગના ૮૦ વર્ષની મહિલાની ભૂમિકા અદા કરનાર છે. કંગનાએ એમ પણ કહ્યુ છે કે મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી બાદ બીજા નિર્દેશકોની ફિલ્મોમાં એક્ટિંગ કરનાર નથી.

તે માત્ર પોતાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં જ કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં તે કેટલીક યાદગાર રોલ કરવા માટં ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કંગના પોતાના આ નિર્ણયને બદલી શકે છે. રિપોર્ટ મુજબ તે હાલમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ થનાર છે.

હાલમાં જ પૂર્ણ થયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પણ શેખર કપુરે કહ્યુ હતુ કે કંગના માટે તેઓ એક પટકથા લખી રહ્યા છે. આ ફિલ્મમાં પણ કંગનાની ભૂમિકા ૮૫ વર્ષની મહિલા તરીકે રહેશે. આનો મતલબ એ છે કે જો તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધશે તો કંગના રાણાવત ટુંક સમયમાં જ બે એવી ફિલ્મો કરનાર છે જેમાં વયોવૃદ્ધ મહિલાની ભૂમિકા તે અદા કરનાર છે. કંગના બોલિવુડમાં ક્વીન તરીકે ઉભરી ચુકી છે. તેની ગણતરી બોલિવુડમાં એક શાનદાર અભિનેત્રી તરીકે થઇ રહી છે.