છરીની અણીએ સહકારી મંડળીના મંત્રીના ૧૮ લાખ લૂંટી ૩ શખ્સો ફરાર થયા

છરીની અણીએ સહકારી મંડળીના મંત્રીના ૧૮ લાખ લૂંટી ૩ શખ્સો ફરાર થયા
છરીની અણીએ સહકારી મંડળીના મંત્રીના ૧૮ લાખ લૂંટી ૩ શખ્સો ફરાર થયા

છરીની અણીએ સહકારી મંડળીના મંત્રીના ૧૮ લાખ લૂંટી ૩ શખ્સો ફરાર થયા

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામ નજીક નવાગામ સહકારી મંડળીના મંત્રીની મોટર સાયકલને આંતરી લઇ , અજાણ્યા ત્રણ શખ્સોએ છરીની અણીએ રૂપિયા અઢાર લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી નાશી છુટતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. જો કે મોડી રાત સુધી આરોપીઓના કોઈ સગડ સાંપડ્યા ન હતા.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથક નજીક આવેલ નવા ગામની જય કિશન સેવા સહકારી મંડળી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માં આપવામાં આવેલ પાક ધિરાણની ખેડૂત ખાતેદારો પાસેથી વસુલાત કરવામાં આવી હતી. લાખો રૂપિયાની વસુલાત થઇ જતા મંડળીના મંત્રી હસમુખભાઈ જીતુભાઈ રૂડશિયા પોતાનું જીજે ૧૦ એઆર ૫૧૪૦ નંબરની મોટર સાયકલ લઇ રૂપિયા ૧૮ લાખની રોકડ એક થેલામાં ભરી નવાગામ સેવા સહકારી મંડળી માં ભરવા આગળ વધ્યા હતા.

દરમિયાન મોટા પાંચ દેવડા ગામ નજીક જ નવાગામ તરફના રસ્તે સામેથી આવેલ ત્રિપલ સવારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ મંડળીના મંત્રીના બાઈકને આંતરી લીધું હતું. બાઈક પરથી ઉતરેલા એક શખ્સે છરી બતાવી, અન્ય શખ્સે ઢીકા પાટુનો મારમારી મંત્રી પાસેથી રોકડ ભરેલો થેલો આંતરી લીધો હતો અને રોકડની લૂંટ ચલાવી ત્રણેય સખ્સો બાઈક પર નાશી ગયા હતા. આ ઘટનાની મંડળીના મંત્રીએ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારુ શખ્સોને પકડી પાડવા જામનગર પોલીસે નાકાબંધી કરી, રાજકોટ અને જુનાગઢ તથા અમરેલી જીલ્લા પોલીસની પણ મદદ માંગી હતી. જોકે રાત સુધી આરોપીઓના સગડ સાંપડ્યા ન હતા.(જી.એન.એસ)