જાણો પાન ખાવાથી થાય છે આ ફાયદા

જાણો પાન ખાવાથી થાય છે આ ફાયદા
Healthtips

જાણો પાન ખાવાથી થાય છે આ ફાયદા

નાગરવેલના પાન એક એવી ચીજ છે જેનો ઉપયોગ મુખવાસથી લઇને પૂજામાં પણ કરવામાં આવશે. ઘણા લોકોને પાન ખાવાની આદત હોય છે. પરંતુ તે આદત ખરાબ નથી પાના ખાવાના ફાયદા જાણીને તમે પણ અચરજ અનુભવશો પરંતુ આ એક સત્ય છે. નાગરવેલના પાનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન હોય છે. તેની તાસિર પણ ગરમ હોય છે. જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નિવળી શકે છે. પાનમાં રહેલા વિશેષ તત્વોથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. જમ્યા બાદ પાન ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદાઓ થાય છે.

પાન ખાવાથી ચરબીના થર પણ દૂર થાય છે માટે નિયમિત પાન ખાવાથી સ્થૂળતા પણ ઘટે છે. તેમાં રહેલ મેટાબોલીઝમ પાચનશક્તિ વધારે જેના કારણે વજન ફટાફટ ઘટવા લાગે છે. પાન ખાવાથી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. પાન ચાવવાથી જે રસ નીકળે છે તેનાથી મોંઢાના કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. જેને મોં ના કેન્સર તકલીફ હોય તેમને નાગરવેલના ૧૦ થી ૧૨ પાન પાણીમાં ઉકાળવા ત્યાર બાદ તે પાણીમાં મધ નાખી લેવાથી રાહત થાય છે.

આ ઉપરાંત શરદી, તાવ, ઉધરસ, અસ્થમા, જેવી શિયાળુ બિમારીથી નાગર વેલના પાન રક્ષા આપે છે. આ પાન ચાવીને તેનો રસ ઉતારવાથી તમામ તકલીફોમાં રાહત મળે છે. પાન માત્ર મુખવાસ લેવા માટે જ નહિં પરંતુ ઘા પર લગાડવામાં પણ અસરકારક પરિણામો આપે છે. માથાના દુ:ખાવાની તકલીફો પાનનો લેપ લગાડવાથી ઠંડક મળે છે અને અનેક પ્રકારના ઇંફેક્શનથી રાહત મળે છે.