જાણો દાંતના દુખાવા માટે ઘરગથ્થુ ઇલાજ

જાણો દાંતના દુખાવા માટે ઘરગથ્થુ ઇલાજ
Dental Problems

જાણો દાંતના દુખાવા માટે ઘરગથ્થુ ઇલાજ

દાંતનું દર્દ થવાના અનેક કારણો હોય શકે છે. જેમ કે, દાંતની સફાઇ અવ્યવસ્થિત રીતે કરવાથી તેમજ ડાયાબિટીઝના કારણે પણ દાંતમાં દુખાવો થઇ શકે છે. જોકે, દાંતના દુખાવા માટે ઘરગથ્થુ રીતે જ ઇલાજ કરી શકાય છે.

હિંગ: જ્યારે પણ દાંત દર્દના ઘરગથ્થુ ઉપચારની વાત આવે છે ત્યારે હિંગનું નામ પહેલા આવે છે. ચપટીભરી હિંગને મોસંબીના રસમાં મેળવીને તેમાં રૂમાં બોળીને દાંતની પાસે રાખવામાં આવે તો રાહત રહે છે.

લવિંગ: લવિંગમાં ઔષધીય ગુણો હોય છે. જે બેક્ટેરિયા અને અન્ય કિટાણુઓનો નાશ કરે છે. લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને અન્ય કિટાણુઓનો નાશ થાય છે. જેનાથી દાંતનું દર્દ ગાયબ થવા લાગે છે. લવિંગને મોંમાં રાખવું જોઇએ. જેથી દર્દમાં રાહત રહે છે.

ડુંગળી: જે લોકો રોજ કાચી ડુંગળી ખાય છે તેમને દાંતના દર્દની ફરિયાદ ઓછી રહે છે. જો તમારા દાંતમાં દર્દ હોય તો ડુંગળીના કટકાને દાંતની પાસે રાખો અથવા કાચી ડુંગળી ચાવવી જોઇએ. જેથી તમે આરામ અનુભવશો.

લસણ: લસણ પણ દાંતના દર્દમાં ખૂબ રાહત આપે છે. લસણની બે કળીઓને કાચી ખાવી જોઇએ. જો તમે ઇચ્છો તો લસણને કાપીને અથવા પીસીને જે દાંતમાં દર્દ થતું હોય ત્યાં રાખી શકો છો. લસણમાં એલીસિન હોય છે. જે દાંતની પાસે બેક્ટેરિયા, જર્મ્સ, જીવાણુ વગેરેનો નાશ કરે છે.