લવ-જેહાદના મુદ્દે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહને કોણે ઠપકો આપ્યો ?

લવ-જેહાદના મુદ્દે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહને કોણે ઠપકો આપ્યો ?
લવ-જેહાદના મુદ્દે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહને કોણે ઠપકો આપ્યો ?

લવ-જેહાદના મુદ્દે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહને કોણે ઠપકો આપ્યો ?

અમદાવાદના પાલડી વિસ્તારનો કેટલો ભાગ અશાંત ધારામાં આવે છે, આ કાયદા પ્રમાણે જયાં હિન્દુની મિલ્કત છે ત્યાં હિન્દુ જ મકાન ખરીદે અથવા બાંધી શકે છે, અને જયાં મુસ્લિમની મિલ્કત છે ત્યાં મુસ્લિમ જ મકાન ખરીદી બાંધી શકે છે, પરંતુ પાલડીમાં કેટલીક નવી સ્કીમ મુકવામાં આવી છે જે મુળ મિલ્કત હિન્દુની હતી, પણ હવે ત્યાં મુસ્લિમ કોલોની બની રહી છે., આ મુદ્દે સ્થાનિકોએ પહેલા સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ સહિત ભાજપના નેતાઓને રજુઆત કરી પણ કોઈ પરિણામ આવ્યુ નહીં.

ત્યાર બાદ સ્થાનિકો દ્વારા વહિવટી તંત્ર અને પોલીસ સામે પણ રજુઆત કરી આમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં, આ મુદ્દે પોતાની નારાજગી વ્યકત કરવા માગતા સ્થાનિકોને પોલીસ રેલીની પણ મંજુરી આપતી નથી, 2002માં થયેલી કોમી તોફાનો બાદ ભાજપના નાના મોટા તમામ નેતાઓ હિન્દુત્વનો મુદ્દો આગળ કરી હિન્દુઓને પહેલા ડરાવ્યા, તેમના મત લીધા હતા, હવે જયારે ડરી ગયેલા હિન્દુ મતદારો કોંગ્રેસ તરફ કયારેય જશે નહીં તેવી ખાતરી થતાં ભાજપના નેતાઓ માટે હિન્દુત્વનો મુદો હવે ગૌણ બની ગયો છે.

પાલડીમાં લવ જેહાદના મુદ્દે આંદોલનકરી રહેલા કેટલાંક સ્થાનિકોમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વંય સેવકો પણ છે તેમને ભાજપના દંભી હિન્દુત્વનો આધાત લાગ્યો હતો, તેમણે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહની શંકાસ્પદ ભુમીકા અને મુસ્લિમ બીલ્ડરોને પાછળના બારણે કરવામાં આવી રહેલી મદદ અંગે સંઘના ઉચ્ચ નેતાઓ અને ભાજપની પ્રદેશ નેતાગીરીને વાકેફ કર્યા હતા. જેના કારણે ભાજપના પ્રદેશ મંત્રી ભીખુ દલસાણીયાએ ભાજપના એલિસબ્રીજના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટને કમલમ ખાતે બોલાવ્યા હતા.

પ્રદેશ મંત્રી ભીખુ દલસાણીયાએ પાલડીમાં હિન્દુ વિસ્તારમાં જયા અશાંતધારો લાગેલા ત્યાં મુસ્લિમ કોલોની ઉભી થઈ રહી છે, તે મુદ્દે રાકેશ શાહની ભુમીકા અંગે રાકેશ શાહ અને ભાજપના કોર્પોરેટને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો, દલસાણીયાએ રાકેશ શાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યાુ હતું કે અમદાવાદમાં પાલડીમાં તમે જે કરી રહ્યા છો તે મારા ધ્યાનમાં છે, જે ચાલી રહ્યુ છે તે બધુ જ બંધ કરી દો, તમને હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છે, પાલડીના સ્થાનિકોની જે રજુઆત છે તે સાચી છે હું પણ તેમની સાથે છુ,

અત્રે ઉલ્લેખનિય છે કે ધર્મે જૈન રાકેશ સામે અગાઉ પણ મિલ્કત ખાલી કરવાના આરોપો થઈ ચુકયા છે, તાજેતરમાં ભાજપના યુવા નેતા રાહુલ સોની જેની સામે પણ વ્યાજે પૈસા આપી બંગલો પડાવી લેવાની ફરિયાદ થઈ છે રાહુલ પણ રાકેશ શાહનો ખાસ છે, અને અમદાવાદના ઘણા વિસ્તારમાં રાકેશ શાહ અને રાહુલના પોસ્ટરો પણ લાગે છે. નામ નહીં આપવાની શરતે ભાજપના એક નેતાએ જણાવ્યુ હતું પાલડીમાં જૈનોની બહુમતી હોવાને કારણે ભાજપના કેટલાંક નેતાઓ આ વિસ્તારના આમલેટની લારીઓ ઉપર લારી બંધ કરાવી દેવાની ધમકી આપી નિયમિત માસીક પૈસા લઈ જાય છે.