મહા શિવરાત્રી નિમિત્તે બનાવો ફરાળી શક્કરીયાના રોલ

મહા શિવરાત્રી નિમિત્તે બનાવો ફરાળી શક્કરીયાના રોલ
MahaShivratri

મહા શિવરાત્રી નિમિત્તે બનાવો ફરાળી શક્કરીયાના રોલ

સામગ્રી :
250 ગ્રામ શક્કરિયા
250 ગ્રામ બટેટા
100 ગ્રામ સાબુદાણા
1 લીંબુનો રસ
25 ગ્રામ શેકેલા સીંગદાણાની કરકરો ભુક્કો
1 ચમચી આદુ -મરચાની પેસ્ટ
મીઠું સ્વાદ પ્રમાણે
1/4 ચમચી મરી પાઉડર
2 ચમચી ખાંડ
1/2 ચમચી ગરમ મસાલો
3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી આરા લોટ
2 ચમચી સૂકી દ્રાક્ષ

રીત : સૌપ્રથમ સાબુદાણા ને 2 કલાક માટે પલાળી દેવા.હવે શક્કરિયા અને બટેટાને ધોઈ વરાળે બાફી લો અથવા માઈક્રોવેવ કરવા.ઠંડા પડે એટલે બંનેને મેશ કરી માવો બનાવી લેવો. આ માવામાં પલાળેલા સાબુદાણા તેમજ ઉપરના બધા મસાલા મિક્સ કરી લો.હવે આ મિશ્રણમાં આરા લોટ મિક્સ કરી રોલ વાળી લો.રોલને 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો.હવે રોલને આરા લોટ અથવા ફરાળી લોટ માં રગદોળી ગરમ તેલમાં તળી લો.તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.