મહેસાણા: ગ્રામપંચાયતની ચુંટણી માટે સરપંચના 123 ફોર્મ ભરાયા

મહેસાણા: ગ્રામપંચાયતની ચુંટણી માટે સરપંચના 123 ફોર્મ ભરાયા

મહેસાણા: ગ્રામપંચાયતની ચુંટણી માટે સરપંચના 123 ફોર્મ ભરાયા

મહેસાણા: ગુજરાત ચુંટણી પંચ દ્વારા 1828 ગ્રામ પંચાયતોની ચુંટણી 8 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા બાદ દરેક તાલુકાની મામલતદાર અને તાલુકા કચેરીમાં ફોર્મ ભરવાનો ધમધમાટ શરુ થઇ ગયો છે.

મહેસાણા જીલ્લામાં 406 ગ્રામપંચાયની ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શનિવાર અને સોમવારે જીલ્લાની વિવિધ ગ્રામપંચાયતની ચુંટણી માટે સરપંચ પદના 123 ફોર્મ ભરાયા છે અને વોર્ડ બેઠકોમાં 226 ફોર્મ નોંધાયા છે.

ગ્રામપંચાયતની ચુંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ છે.