મહીસાગર :શ્રવણ તીર્થદર્શન યોજના લાભ મેળવવા શું કરવું ?

મહીસાગર :શ્રવણ તીર્થદર્શન યોજના લાભ મેળવવા શું કરવું ?

મહીસાગર :શ્રવણ તીર્થદર્શન યોજના લાભ મેળવવા શું કરવું ?

લુણાવાડા: આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના વરિષ્ટ નાગરિકો -સિનીયર સિટીઝન- ગુજરાત રાજ્યમાંઆવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે માટે શ્રવણ તીર્થયોજના ગુજરાતના સ્થાપના દિન 1 લી મે થી ગુજરાત સરકારે અમલમાં મુકી છે.

આ તીર્થદર્શન યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના વરિષ્ટ નાગરિકો જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિકો ગુજરાતમાં આવેલ યાત્રાધામોનો પ્રવાસ અડધા ભાડાના દરથી કરી શકશે આ યોજનાનો લાભ લેવા 45 જેટલા વ્યકતિઓનું ગૃપ બનાવવાનું રહેશે. આ યોજના થકી બે રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં પ્રવાસ કરી શકાશે.

તીર્થદર્શન યોજના માટે યાત્રિકોએ પોતે રૂટ નક્કી કરવાનો રહેશે. આથી વધુ દિવસો માટે રાહતનો લાભ મળશે નહી. જે યાત્રાળુ 75 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને એકલા હોય તો તેવો સાથે એટેન્ડન્ટ 60 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને લઇ જઇ શકાશે. ગુપમાં ર્ડોક્ટર, નર્સ,કમ્પાઉન્ડર, રસોઇયા, અને હેલ્પર જેવી 5 વ્યકતિઓ જેઓની ઉંમર 60 વર્ષ કરતાં ઓછી હોય તો પણ પ્રવાસ પાત્ર ગણાશે અને પચાસ ટકા રાહતનો લાભ મળવાપાત્ર રહેશે.

આ યાત્રધામ પ્રવાસ ગુજરાત એસ.ટી અને ખાનગી ટ્રાવેલ્સ બસમાં કરી શકાશે આ યોજનાના અરજીફોર્મ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગીય કચેરીએથી મેળવી શકાશે આ ઉપરાંત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબ સાઇટ www.yatradham.gov.in ઉપરથી અરજીનો નમુનો ડાઉનલોડ કરી શકાશે.

યોજનાના લાભ માટે અરજી ફોર્મ સાથે ઉંમર અને રહેઠાણના પુરાવા આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ કે ડ્રાઇવીંગ લાયસન્સ કોઇપણ એક દસ્તાવેજની સ્વયં પ્રમાણિત નકલ જોડવાની રહેશે. રાજ્ય સરકારની આ શ્રવણ તીર્થયાત્રાનો મહીસાગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને લાભ સેવા જિલ્લા કલેક્ટર ર્ડો. એમ.ડી. મોડીયાએ જણાવ્યું છે.