મહેબૂબા મુફ્તીએ કહ્યું, રાજ્યમાં ખૂની ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી

મહેબૂબા મુફ્તીએ કહ્યું, રાજ્યમાં ખૂની ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તીએ કહ્યું, રાજ્યમાં ખૂની ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી

જમ્મુ-કાશ્મીર: છેલ્લા ત્રણ દિવસમાં સીમા પરથી આવેલા આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ હેડક્વાર્ટર અને સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કર્યો. બંને હુમલામાં 6 જવાન શહીદ થયા અને એક નાગરિકનું પણ મોત થયું. તેવામાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરમાં સતત વધી રહેલા આતંકી હુમલા પર ચિંતા વ્યક્ત કરતા સોમવારે વિધાનસભામાં કહ્યું કે ભલે આપણે પાકિસ્તાનની વિરુદ્ધ જંગ જીતી છે, પરંતુ હાલ આપણા જવાન શહીદ થઈ રહ્યા છે અને લોકો માર્યા જાય છે. એવામાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાથી વિશેષ કોઈ સમાધાન નથી.

મહબૂબા મુફ્તીએ સોમવારે વિધાનસભામાં કહ્યું, રાજ્યમાં ખૂની ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીતની જરૂર છે. આ વાતને લઈને મને આજે રાત્રે ટીવી ચેનલના એન્કર્સ એન્ટી-નેશનલ કહેશે, પરંતુ તે બહુ મહત્વનું નથી. જમ્મુ-કાશ્મીરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આપણે વાતચીત કરવી પડશે, કારણ કે જંગ કોઈ વિકલ્પ નથી.

આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે સુંજવાન હુમલામાં શહીદોની કુરબાની બેકાર નહીં જાય.