Morbi એલસીબીના બે જુગારધામો પર દરોડા; રૂ. 1.14 લાખની રોકડ સાથે 15 શખ્સો ઝડપાયા

Morbi એલસીબીના બે જુગારધામો પર દરોડા; રૂ. 1.14 લાખની રોકડ સાથે 15 શખ્સો ઝડપાયા
Morbi LCB Caught 15 Gamblers with lakhs of amount from two places

Morbi એલસીબીના બે જુગારધામો પર દરોડા; રૂ. 1.14 લાખની રોકડ સાથે 15 શખ્સો ઝડપાયા

Morbi ના નવા ઘુંટુ ગામે અને માળિયાના નવા ભાવપર ગામે ચાલતી જુગારની બદી સામે પોલીસની લાલ આંખ

Morbi એલસીબીએ બે જુગારધામો પર દરોડા પાડી રૂ.1.14 લાખની રોકડ સાથે 15 શખ્સોની કરી અટકાયત

Morbi: મોરબી એલસીબીની ટીમે નવા ઘુંટુ અને નવા ભાવપર ગામે ચાલતા જુગાર ધામો પર દરોડા પાડીને બન્ને સ્થળેથી કુલ 15 શખ્સોને રૂ.1,14,130 ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા ચંદુભાઇ કાણોતરાને મળેલ હકિકત આધારે નવા ધુટુ ગામેં આરોપી ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયાના મકાનમાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયા, જયેશભાઇ જીવરાજભાઇ આંતરેશા, રમેશભાઇ મશરૂભાઇ ઇગોરા, દિનેશભાઇ પાચાભાઇ સીતાપરા, મુકૈશભાઇ જેસંગભાઇ આંતરેશા, ચંદુભાઇ બિજલભાઇ પેંથાણી રહે.તમામ નવા ધુટુ વાળાઓને રોકડા રૂ.50,000/ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડેલ છે.

બીજા બનાવમાં એલ.સી.બી.ના હેડ કોનસ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાનાને મળેલ બાતમી આધારે માળીયા વિસ્તારના નવા ભાવપર ગામે આરોપી ચંદુભાઇ પ્રભુભાઇ ગામીના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા ચંદુલાલ પ્રભૂભાઇ ગામી, મગનલાલ મોહનભાઇ ગામી, કરીમભાઇ આલીભાઇ સુમરા, શીવાભાઇ શામજીભાઇ ખાંભડોપા, રાજશભાઇ લાખાભાઇ ગોહેલ, જગદીશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા, ધીરૂભાઇ વીંરાભાઇ કાનગડ, ભાનુભાઇ સવાભાઇ કાનગડ, જયદિપસિંહ રણજીતસિંહ જાડેજા ને રોકડા રૂ.54,130 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આમ ઉપરોક્ત બંન્ને રેઇડોમાં કુલ 15 આરોપીઓને રોકડા રૂ. 1,14,130 સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.