નગરપાલિકાની 13 બેઠકો પરની પેટા ચુંટણીનું પરિણામ જાહેર

નગરપાલિકાની 13 બેઠકો પરની પેટા ચુંટણીનું પરિણામ જાહેર

નગરપાલિકાની 13 બેઠકો પરની પેટા ચુંટણીનું પરિણામ જાહેર

ગાંધીનગર: ગુજરાતની 182 બેઠકો પૈકી 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ ભાજપ પર છે ત્યારે બે દિવસ પહેલા યોજાયેલી નગરપાલિકાની પેટા ચુંટણીનું પરિણામ બુધવારના રોજ જાહેર થયું હતું. જો કે આ પરિણામ બાદ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો થયો હોવાનું જણાઈ રહ્યું છે.

આજે નગરપાલિકાની પેટા ચુંટણીની 13 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું જેમાંથી 7 બેઠકો ભાજપને , 5 કોંગ્રેસ અને 1 અપક્ષને મળી હતી.

ચુંટણી પહેલા કુલ 16 બેઠકો પૈકી ભાજપ પાસે 14, કોંગ્રેસ પાસે માત્ર એક અને એક બેઠક અપક્ષની હતી.

આજના પરિણામ મુજબ ભાજપને 3 બિનહરીફ સહીત 10 બેઠકો મેળવી છે. જયારે કોંગ્રેસે પાલનપુરની બેઠક જાળવી રાખી બીજી ભાજપની ચાર બેઠક પર પણ જીત મેળવી છે જયારે અપક્ષએ એક બેઠક મેળવી છે.