પારધી ગેન્ગના 2 આરોપીઓને ઝડપી પાડતી ખેડા ક્રાઈમબ્રાંચ

પારધી ગેન્ગના 2 આરોપીઓને ઝડપી પાડતી ખેડા ક્રાઈમબ્રાંચ

પારધી ગેન્ગના 2 આરોપીઓને ઝડપી પાડતી ખેડા ક્રાઈમબ્રાંચ

નડીઆદ શહેરમાં મૂળ એમપીના અને ફુગ્ગા વેચી દિવસ દરમિયાન રેકી કરીને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરનાર પારધી ગેંગના 2 આરોપીઓને ખેડા લોકલ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી પોલીસને એક દેશી તમંચો, એક લોખંડનું ખાતરીયુ પણ મળી આવ્યું છે. આરોપીઓની ધરપકડથી નડીઆદમાં થયેલ 7 ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાથે જ એમપીમાં પણ કરેલ ગુનાઓની તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન નડિયાદ ઝલક ચોકી પાસે પોલીસને જોઈને ભાગવા જતા બે ફુગ્ગા વેચનારને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની તપાસ કરતા એક દેશી તમંચો અને ઘરફોડ માટેનાહથિયાર મળી આવ્યા હતા. સઘન પુછપરછમાં આરોપીઓ જાયા ઉર્ફે રાજવીર નાથુ પારધી રહે ઉજ્જેન અને શેખર ભાગીરથ પારધી હોવાનું ખુલ્યું .

પોલીસ તપાસમાં બંન્ને કરેલા ગુનાઓની કબુલાત કરી હતી. આરોપીઓ પોતાના પરિવાર તેમજ પારધી કોમના અન્ય સાથીદારો સાથે ફુગ્ગા વેચવા અર્થે નડીયાદ શહેરમા આવતા. સાંજના સમયે ફુગ્ગાઓ વેચતા અને રેકી કરતા તેમજ રાત્રીના સમયે બંધ મકાનોને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરી કરતા હતા. ચોરી દરમિયાન પકડાઈ જાય તો ડરાવી ભાગવા માટે તમંચો રાખતો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીએ નડિયાદમાં કરેલ 7 ચોરીની કબુલાત કરી હતી. પોલીસે હાલતો બંનેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.