નર્મદા : 21 દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ

નર્મદા : 21 દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ

નર્મદા : 21 દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ

નર્મદા : ચૈત્ર માસના પ્રારંભમાં નર્મદાના સલીલામાં પંચકોશી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરશે . 16 કિમીનો માર્ગનો રસ્તો કપાતા 4 કલાક જેટલો સમય લાગે છે. જેથી વહેલી સવારે ઉઠી ભક્તો આ પરિક્રમા પગપાળા ચાલીને પૂર્ણ કરે છે. અહીંયા મંત્રીઓથી લઈને વૃદ્ધો અને નાના 7 વર્ષ બાળકો પણ આ પરિક્રમા કરે છે. નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી 21 દિવસ દરમ્યાન દોઢ લાખ જેટલા પરિક્રમાવાસીઓ આવે છે.