બીલીમોરા :ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને તંત્ર સજ્જ, તડામાર તૈયારીઓ

બીલીમોરા :ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને તંત્ર સજ્જ, તડામાર તૈયારીઓ

બીલીમોરા :ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને તંત્ર સજ્જ, તડામાર તૈયારીઓ

નવસારી : ગણદેવી તાલુકાની પીપલધરા ગ્રામપંચાયતની ચુંટણી શનિવારે યોજવામાં આવી છે. ચુંટણી શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.

પીપલધરા ગામના એક માત્ર  મતદાન મથકના 2 બુથો ઉપર સુરક્ષા 5 EVM મશીનો સાથે 12 પોલીંગ સ્ટાફ અને 3 સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. શનિવારે સરપંચ માટેના 8 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઈ જશે.

એક મતદાન મથકના 2 બુથો પર આ ચૂંટણી યોજાશે. 1411 મતદારો પૈકી 700 પુરુષ મતદારો અને 711 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.નાના ગામમાં 8 સરપંચપદના ઉમેદવારો  વચ્ચે અત્યંત રસાકસી નો માહોલ જોવા મળશે.ગામના 8 વોર્ડ પૈકી 4 બિન હરીફ જયારે વોર્ડ નં.6માં કોઈ ઉમેદવાર જ નથી માટે ફક્ત 3 વોર્ડ માટેની જ ચુંટણી યોજાઈ છે.

શનિવારે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. મતગણતરી આગામી 11 એપ્રિલે મામલતદાર કચેરીએ હાથ ધરવામાં આવશે.