ટાઇગરની સાથે આ હિરોઇન હશે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં

ટાઇગરની સાથે આ હિરોઇન હશે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં
ટાઇગરની સાથે આ હિરોઇન હશે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં

ટાઇગરની સાથે આ હિરોઇન હશે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં

ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 હાલ ઓન-બોર્ડ છે, ત્યારે આજરોજ ટ્વીટર પર આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટાઇગર શ્રોફ અને તેની સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા આ પહેલા ડિઝની પ્રોડક્શનનાં એક શોમાં જોવા મળી હતી. જ્યારે અનન્યા કે જે ચંકી પાંડેની પુત્રી છે, તેની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મની રિલીઝ ડેટ 23મી નવેમ્બર છે, જે પોસ્ટરમાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર આ પોસ્ટર રિલીઝ થયા બાદ કરણ જોહર પર ટ્વીટર યુઝર્સે ધબડાટી બોલાવી હતી. ઘણાં યુઝર્સે તેને ‘કિંગ ઓફ નેપોટિઝમ’ કહ્યો, તો અમુકે એમ પણ કહ્યું કે, ‘ક્યારેક આઉટસાઇડર્સને પણ ચાન્સ આપો.’

ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ ઓફ ધ યરનો પહેલો ભાગ વર્ષ વર્ષ 2012માં આવી હતી, જે ફિલ્મથી વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ આ ત્રણેય એક્ટર્સે ઘણી ફિલ્મો કરી અને ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. આ પહેલી સિક્વલનાં નિર્દેશક કરણ જોહર પોતે હતા, જ્યારે બીજો ભાગ પુનિત મલ્હોત્રા ડિરેક્ટ કરવાના છે.