અભિનેતા Narendra Jhaનું નિધન, બોલીવૂડમાં ફરી ફેલાયો શોકનો માહોલ

અભિનેતા Narendra Jhaનું નિધન, બોલીવૂડમાં ફરી ફેલાયો શોકનો માહોલ
Narendra Jha

અભિનેતા Narendra Jhaનું નિધન, બોલીવૂડમાં ફરી ફેલાયો શોકનો માહોલ

મુંબઈ: બુધવારની સવાર બોલીવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગ માટે એક ખરાબ સમાચાર લાવી છે. પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા Narendra Jhaનું 55 વર્ષની ઉમરે અવસાન થયું છે અને હવે તેઓ આપણી વચ્ચે નથી. તેમના પરિવારે માહિતી આપી હતી કે વાડામાં આવેલા ફાર્મહાઉસ ખાતે સવારે 5 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનું મોત હૃદયરોગનો હુમલાથી થયું. આ તેમનો ત્રીજો હૃદયરોગનો હુમલો હતો.

વિજ્ઞાપનો સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નરેન્દ્ર ઝાનું નામ ટેલીવીઝન અને ફિલ્મોમાં ખૂબ ચર્ચાયું હતું. તેમણે હૈદર, ઘાયલ વન્સ અગેન, શોરગુલ, હમારી અધુરી કહાની સહીત બે ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, 70 જેટલી ટેલીવીઝનની સીરીયલમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ રિતિક રોશનની ફિલ્મ કાબિલ અને શાહરૂખ ખાનની ફિલ્મ રઈશમાં પણ નજરે ચડ્યા હતા.

મૃત્યુ પામ્યા એ પહેલા નરેન્દ્ર પોતાની પત્ની પંકજ ઠાકુર સાથે વાડામાં હતા. તેમને માઈનોર એટેક આવ્યા પછી આરામની જરૂર હોવાથી તેઓ ત્યાં આવેલા પોતાના ફાર્મહાઉસ ખાતે રહેતા હતા. મુંબઈ કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી.

બિહારના મધુબનીમાં જન્મેલા નરેન્દ્ર ઝાએ ટેલિવિઝનની બેગુસરાઇ, એક ઘર બનાઉંગા, સુપરકોપ્સ vs સુપર વિલન્સ અને બીજી અન્ય સીરીયલમાં કામ કર્યું હતું. બોલીવૂડમાં વર્ષ 2012માં ફંટૂશમાં પણ કામ કર્યું હતું. તેમણે ફોર્સ 2, મોહેન્જો દરોમાં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ સલમાન ખાન સાથે રેસ 3ની શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.

Read in English: Noted actor Narendra Jha passes away at 55