હવે આ રીતે ઉનાળાની ગરમીમાં બનાવો “ચિલ્ડ કુલ્ફી શોટ્સ”

હવે આ રીતે ઉનાળાની ગરમીમાં બનાવો “ચિલ્ડ કુલ્ફી શોટ્સ”
RECIPE

હવે આ રીતે ઉનાળાની ગરમીમાં બનાવો “ચિલ્ડ કુલ્ફી શોટ્સ”

સામગ્રીઃ
રેડીમેડ મલાઈ કુલ્ફીઃ ૨ કપ
ઠંડુ દૂધઃ ૧/૨ કપ
એલચીનો ભુક્કોઃ ૧ ટીસ્પૂન
પિસ્તાના ટુકડાઃ ૧ ટીસ્પૂન

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે રેડીમેડ મલાઇ કુલ્ફી લઇ આવો અથવા તો તેને બનાવો ને પછી તેનાં નાના-નાના ટુકડાં કરો. ત્યાર બાદ ટુકડા કરેલ આ કુલ્ફીને મીક્ષરનાં બોક્સમાં તેને નાંખી દેવી. હવે આમાં ઠંડુ દૂધ નાખીને લગભગ એકથી બે મિનીટ સુધી તેને મિક્ષરમાં ક્રશ કરવું. અને બાદમાં તેને સર્વિંગ શોટ્સમાં નાખીને તેને ગાર્નીશ કરવા માટે ઉપરથી એલચીનો ભુક્કો અને પિસ્તાનાં કેટલાંક ટુકડાંઓ નાખીને તેને સર્વ કરવી.