ગુજરાતીઓ વંચિત રહેશે પદ્માવતથી, જાણો કેમ?

ગુજરાતીઓ વંચિત રહેશે પદ્માવતથી, જાણો કેમ?

ગુજરાતીઓ વંચિત રહેશે પદ્માવતથી, જાણો કેમ?

હાલમાં
જ ઘણાં વિવાદો બાદ પાસ થયેલી ફિલ્મ પદ્માવત કે જે પહેલાં
પદ્માવતી નામે રિલીઝ થવાની હતી, તે હજી પણ
ચર્ચમાં છે. તેનું કારણ છે ગુજરાતનાં મુખ્યમંત્રીનું નિવેદન
!

આજરોજ
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ છે કે ગુજરાતમાં પણ પદ્માવત રિલીઝ
નહીં થાય. લોકોનાં વિરોધ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો
છે, તેવું તેમનું કહેવું છે.

ઉલ્લેખનીય
છે કે આ પહેલાં રાજસ્થાન અને ગોવા તથા હિમાચલ પ્રદેશ પર પણ આ ફિલ્મ પર બેન મૂકાયો
છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ લોકલાગણીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ પર
પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે એ સમજવું રહ્યું કે આ મામલો આટલો રાજકીય કેમ બની રહ્યો
છે
! એવું પણ હોઇ શકે કે
પોતાની સત્તા ટકાવી રાખવાનાં પ્રયાસોમાંથી આ એક પ્રયાસ હોય
!