પંચમહાલ : 51 ગ્રામપંચાયતોની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલ

પંચમહાલ : 51 ગ્રામપંચાયતોની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલ

પંચમહાલ : 51 ગ્રામપંચાયતોની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલ

પંચમહાલ : પંચમહાલ જિલ્લાની કુલ 54 ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત બાદ 3 પંચાયત સમરસ થઈ હતી. બાકી રહેલ 51 ગ્રામ પંચાયતો માટેની ચુંટણી યોજાઈ હતી. જીલ્લાભરના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. મતદાન મથકની બહાર પણ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

જીલ્લાના કુલ 150 મતદાનમથક પૈકી 61સંવેદનશીલ મથકો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જીલ્લાભરમાં ગોધરામાં 58, કાલોલમાં 42, હાલોલમાં 23, ઘોઘંબામાં 23, શહેરામાં 12, મોરવા હડફમાં 12 મતદાન મથકોપર  87219 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.