આજે જ પનીરની વાનગીમાં બનાવો પનીર ભુરજી

આજે જ પનીરની વાનગીમાં બનાવો પનીર ભુરજી
paneer-bhurji

આજે જ પનીરની વાનગીમાં બનાવો પનીર ભુરજી

સામગ્રી : 

૨૦૦ ગ્રામ પનીર,

૩ નંગ મધ્યમ કદની ડુંગળી,

૧૦૦ ગ્રામ મગતરીના બી,

૨ ટેબલ સ્પૂન તેલ,

૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર,

૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

૧/૪ ટેબલ સ્પૂન હળદર,

૧ ટેબલ સ્પૂન પંજાબી ગરમ મસાલો,

૬ થી ૭ કળી લસણ, દોઢ ટેબલ સ્પૂન આદુની પેસ્ટ,

૨ થી ૩ ટેબલ સ્પૂન ક્રિમ અથવા મલાઇ,

૧/૪ ટેબલ સ્પૂન જાયફળ,

૩ નંગ ટામેટા,

સ્વાદ મુજબ મીંઠુ

બનાવવાની રીત  :

૧ )મગતરીના બીને ૩૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી લો. પલળી ગયા બાદ મગતરીના બીને મિકસરમાં પીસી લો.

૨ ) ડુંગળી અને ટામેટાને મિક્સરમાં અલગ અલગ ક્રસ કરીને રાખો.

૩ ) આદુ તથા લસણને મિક્સમાં ક્રસ કરી લો. અને પેસ્ટ બનાવી લો.

૪ ) એક વાસણમાં બે ચમચા તેલ મુકી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ક્રસ કરેલી ડુંગળી સાંતળવી. ડુંગળીનો કલર બ્રાઉન થ ઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી બે થી ત્રણ મિનિટ હલાવવું પછી તેમાં ક્રસ કરેલા મગતરીના બી, હળદર, મરચું, કોથમીર, પંજાબી ગરમ મસાલો નાખી તથા સ્વાદ મુજબ મીંઠુ નાખીને થોડી વાર હલાવી લેવું.

૫ ) પછી તેમાં ક્રસ કરેલા ટામેટા નાખવા. તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળે એટલે તેમાં ક્રિમ અથવા મલાઇ નાખવા.

૬ ) બીજી તરફ પનીરને વરાળે બાફી લેવું તે પનીરમાંથી અડધા પનીરના નાના ટુકડા કરી લેવા અને અડધા પનીરને ખમણી લેવું.

૭ ) ટુકડા કરેલા તથા ખમણેલા પનીરને તૈયાર કરેલી ગ્રેવીમાં નાખીને પાંચ થી સાત મિનિટ ધીમી આંચે ગરમ કરો.

૮ ) પીરસતી વખતે તેમાં જાયફળનો પાવડર નાખીને પનીર ભુરજીને હલાવી લો.