જાણો કોની સાથે પાર્ટી કરી રહ્યો છે આકાશ દદલાની?

જાણો કોની સાથે પાર્ટી કરી રહ્યો છે આકાશ દદલાની?

જાણો કોની સાથે પાર્ટી કરી રહ્યો છે આકાશ દદલાની?

બિગબોસ સિઝન 11માંથી બહાર થયા બાદ આકાશ દદલાની
ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્યો છે. તેનું કારણ છે આકાશની પાર્ટી
! જી
હાં, 14મી જાન્યુઆરીએ જ્યાં બિગબોસનું ગ્રાન્ડ ફિનાલે છે, ત્યારે આઉટ થયેલ
કન્ટેસ્ટન્ટ આકાશ દદલાનીએ બેઘર થયા બાદ બિગબોસનાં જ કન્ટેસ્ટન્ટ અર્શી ખાન અને
બંદગી કાલરાની સાથે પાર્ટી કરી હતી.

આકાશ, અર્શી અને બંદગીનો પાર્ટી કરતો વિડીયો
સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ પાર્ટી આકાશે તેના ઘરે ઓર્ગેનાઈઝ કરી
હતી, જેમાં આકાશની માતા સુનીતા દદલાની પણ પાર્ટી એન્જોય કરતા જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આકાશની માતાએ એકલા હાથે તેની અને
બહેન દિવ્યાની પરવરીશ કરી હતી. અમેરિકાથી ઇન્ડિયા શિફ્ટ થવાનું કારણ આકાશની
કારકીર્દી હતી. આકાશની માતાએ જણાવ્યું કે
, આકાશ
બાળપણથી મસ્તીખોર છે અને તેને ફ્રેન્ડસ સાથે પાર્ટી કરવું વધારે પસંદ છે
.