પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા પર ચપ્પુથી હુમલો થતા ચકચાર મચી

પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા પર ચપ્પુથી હુમલો થતા ચકચાર મચી
પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા પર ચપ્પુથી હુમલો થતા ચકચાર મચી

પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા પર ચપ્પુથી હુમલો થતા ચકચાર મચી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ત્રાહિતના ઝઘડામાં દરમિયાનગીરી કરવા ગયેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા ઉપર બે વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો કરતા ઈજા થઈ હતી. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકે રાતે લોકોના ટોળા ઉમટી પડતા મામલો તંગ બન્યો હતો.

ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કાપોદ્રા વિસ્તારમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાને મંગળવારે મોડી રાતે ચપ્પુ મારી દેવાયું હતું. માહિતી મુજબ, કેમેરા બાબતે થયેલા ઝઘડામાં અલ્પેશને મધ્યસ્થી તરીકે બોલાવાયો હતો. પરંતુ વાતચીત દરમિયાન મામલો બીચકતાં તેના ઉપર સોસાયટીના નાકે હુમલો કરાયો હતો.

સમગ્ર ઘટનામાં હુમલાખોરા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. બનાવ બાદ અલ્પેશ ફરિયાદ નોંધાવવા કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા પાસના કાર્યકરો ઉપરાંત લોકોના ટોળા પોલીસ મથકે ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું.(જી.એન.એસ)