PM પહોંચ્યા ડીસા, સભા સ્થળ ગુંજ્યુ મોદી મોદીના નારાથી

PM પહોંચ્યા ડીસા, સભા સ્થળ ગુંજ્યુ મોદી મોદીના નારાથી

PM પહોંચ્યા ડીસા, સભા સ્થળ ગુંજ્યુ મોદી મોદીના નારાથી

ડીસા- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતેનાં સભાસ્થળ પર પહોંચ્યા જ્યાં ઉપસ્થિત જન મેદનીએ મોદી મોદીના નારા સાથે વડાપ્રધાનના આગમનને વધાવ્યું હતું. તો બનાસ ડેરીના ચેરમેને શંકર ચોધરીએ વડાપ્રધાનને પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું.ડીસા ખાતે વડાપ્રધાનના આગમનને લઈને 2 લાખથી વધુ ખેડુતો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યાં.લોકોને  કોઈ પણ પ્રકારની અવગડ ન પડે તે માટે પૂરતો બંદોબસ્ત કરાયો છે.મોદીએ સભામાં કહ્યું કે ,”  સ્વર્ણીમ જંયતીનો અવસર છે ત્યારે શ્વેત ક્રાંતીના પ્રણેતા ગલબાભાઈને હું નમન કરું છું . 50 વર્ષમાં જે મહાનુંભાવોએ આ બનાસડેરીના વિકાસમાં ફાળો આપ્યો છે તેમનું પણ હું સ્વાગત કરું છું.બનાસકાંઠાની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ ક્રાંતિ લાવી છે. હું જ્યારે પહેલીવાર ગુજરાતનો સીએમ બન્યો ત્યારે પહેલી રેલી બનાસકાંઠા ખાતે યોજી હતી. એક સમય હતો જ્યારે લોકો કચ્છ અને બનાસકાંઠાથી પલાયન કરી મુંબઈ અને સુરત જતા હતાં,આજે લોકો બનાસકાંઠા આવે છે. આજે નર્મદાના નીર મળતા પાણી વગરની આ જમીન સોનું ઉત્પન્ન કરવા લાગી છે.કાંકરેજની ગાય અને ગીરની ગાયની જાતોનું મહત્વ વૈજ્ઞાનીકોએ પણ સ્વીકાર્યું છે.” એ આપણા બધા માટે ગર્વની વાત છે.