ઓમાનમાં મોદીએ કર્યા 300 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન

ઓમાનમાં મોદીએ કર્યા 300 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન
ઓમાનમાં મોદીએ મસ્જિદ, શિવ મંદિરની કરી મુલાકાત, દિલ્હી આવવા રવાના

ઓમાનમાં મોદીએ કર્યા 300 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન

ત્રણ દેશની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિરના દર્શન કર્યા હતા, જે ગુજરાતી વેપારી સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મસ્કતમાં મોદી મોતીશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરની નજીક એક કુંવો છે. રણમાં મંદિર અને કુંવો હોવા છતાં તે કદી સૂકાતો નથી. મોદી ભારતના પ્રથમ એવાં પીએમ છે, જેઓ આ મંદિરમાં પહોંચ્યા છે.

મંદિરની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી મસ્કતની સુલતાન કબૂસ મસ્જિદ પણ ગયા હતા. જે બાદ તેઓ દિલ્હી આવવા રવાના થયાં છે. આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી.