Video: સુરતમાં વિધાર્થીએ બનાવી અનોખી સાઈકલ

સુરત:  એક વિદ્યાર્થીનીએ પોલ્યુશન ફ્રી ઇલેક્ટ્રિક સાયકલ નું મેનુફેક્ચરિંગ કર્યું છે. જે ખાસ અંડર એજ બાળકો માટે તેમજ પોલ્યુશન ફ્રી એટલે કે વાતાવરણમાં થતા પ્રદુષણમાં ઘટાડો થાય તે હેતુસર સુરતની એક વિદ્યાર્થીનીએ એક ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. જેને એક વાર ચાર્જિંગ કર્યા બાદ તેના પર  20 કિલોમીટરનો અંતર કાપી શકાય છે જે. ખાસ કરીને વિદ્યાર્થીઓના અવર જવર માટે ખુબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે.

વધુમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે ચાર્જિંગથી ચાલતી આ સાયકલને બનાવવા માટે તેમને 2 મહિના લાગ્યા હતા. 2 મહિના ની સઘન મહેનત બાદ સંપૂર્ણ પણે આ સાયકલને બનાવવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે જેના માટે કોઈ લાયસન્સની પણ જરૂર નથી.