Postgraduate Medical Coursesમાં પ્રવેશ પ્રક્રિયા પાછી ઠેલાઈ શકે એમ છે

Postgraduate Medical Coursesમાં પ્રવેશ પ્રક્રિયા પાછી ઠેલાઈ શકે એમ છે
Postgraduate Medical Courses

Postgraduate Medical Coursesમાં પ્રવેશ પ્રક્રિયા પાછી ઠેલાઈ શકે એમ છે

અમદાવાદ: Postgraduate Medical Courses માટેની પ્રવેશ પ્રક્રિયા 25 માર્ચથી શરૂ થવાની હતી, જે હવે લગભગ એક અઠવાડિયું પાછી ઠેલાઈ શકે એમ છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે (MCI) એ રાષ્ટ્રીય સ્તરે 660 બેઠકોનો વધારો કર્યો છે જેથી બેઠક ફાળવણીમાં એક અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે.

વધારો કરાયેલી બેઠકોમાં રાજ્યને 66 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. MCIના અધિકારીઓએ રાજ્યભરમાં મેડિકલ કોલેજોને પત્ર લખ્યો છે, પરંતુ દેશ અને રાજ્યમાં આ સીટોની ફાળવણી કોલેજોની મુંજવણ વધારી રહી છે.

ગયા વર્ષે, પીજી મેડિકલ એડમિશનની પ્રક્રિયા 1,701 બેઠકો માટે હાથ ધરવામાં આવી હતી જેમાં 950 સરકારી કોલેજ બેઠકોનો સમાવેશ થાય છે. આ વર્ષે, લગભગ 1800 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ 15 માર્ચથી તેમના પ્રવેશ ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ) મુજબ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ, પ્રવેશના પ્રથમ રાઉન્ડની શરૂઆત થશે; અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરાશે. પી.જી. મેડિકલ એડમિશનની પ્રક્રિયા ગંભીર ગેરસમજોથી મુલતવી રાખી હતી કારણ કે 1,701 ની કુલ ક્ષમતાને બદલે એક વધારાની બેઠક પર પ્રવેશની મંજુરી આપવામાં આવી હતી. જેના કારણે સમગ્ર પ્રક્રિયાને રદ કરવામાં આવી અને પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ થઈ.

Also Read: ફિલ્મ અને ટેલિવિઝનમાં કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતનાં યુવાનો માટે સુવર્ણ તક