જાણો આટલા ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મચાવી ખળભળાટ

જાણો આટલા ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મચાવી ખળભળાટ
Prime Minister Narendra Modi

જાણો આટલા ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મચાવી ખળભળાટ

ફોટો અને વીડિયો શેરિંગના મોટા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખળભળાટ મચાવી દીધો છે. વડાપ્રધાન મોદી ઇન્સ્ટાગ્રામ પર સૌથી અધિક ફોલો કરનાર દુનિયાના તમામ નેતાઓમાં ટોચ પર પહોંચ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદીના આશરે ૧.૫૫ કરોડ ફોલોઅર્સ છે. ટ્વિપ્લોમેસી દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબર પર છે, તો ઇન્ડોનેશિયા પ્રમુખ જોકો વિડોડો બીજા ક્રમ પર છે. ચોથા નંબર પોપ ફ્રાન્સિસ અને પાંચમાં નંબર પર જોર્ડનની મહારાણી ક્વીન રનિયા છે.

કુવૈતમાં જન્મેલી રનિયા એક સામાન્ય છોકરી હતી જે પાછળથી રાણી બની હતી. તે ૪૮ વર્ષની ઉંમરે એક યુવાન છોકરી જેવી દેખાય છે. ટ્વિપ્લોમેસીએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષે, તેમના ફોલોઅર્સનો ગ્રોથ રેટ ૫૦ ટકાથી વધુ હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યામાં ફક્ત ૩૨ ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા. તેમણે પ્રથમ પોસ્ટ તરીકે એશિયન સમિટનો ફોટો શેર કર્યો હતો. વડાપ્રધાને અત્યાર સુધીમાં માત્ર ૨૩૭ પોસ્ટ્સ શેર કરી છે.

વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં આગળ તો છે પરંતુ આ સાથે તેઓ મોસ્ટ ઇન્ટરેક્ટિવ રાજકારણીઓની યાદીમાં ચોથા ક્રમાંક પર છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીં ટોચ પર છે.ટ્વિપ્લોમેસીના રિપોર્ટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જગ્યા મળી છે. તેઓ એક એવા વૈશ્વિક નેતાઓની યાદીમાં સામેલ છે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. તેમના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના અકાઉન્ટથી અત્યાર સુધીમાં ૨૦૯ જેટલી પોસ્ટ શેર કરવામાં આવી છે. ૪ લાખથી વધુ લોકો આ અકાઉન્ટને ફોલો કરે છે. રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને પ્રથમ પોસ્ટ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ શેર કરવામાં આવી હતી.