પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને એક વર્ષની સજા; બે હજારનો દંડ

પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને એક વર્ષની સજા; બે હજારનો દંડ

પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને એક વર્ષની સજા; બે હજારનો દંડ

મોરબી: 2009ની લોકસભાની ચૂંટણીમાં મારામારીના કેસમાં સોમવારે સાંજે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો છે. મોરબી કોર્ટે  પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને દોષિત કરાર કરીને એક વર્ષની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયારે આ કેસમાં પાસ કન્વીનર મનોજ પનારા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને એક વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગત જોઈએ તો ૧૮ – ૩ – ૨૦૦૯ ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોર્ડન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે નૂતન મમતદાર સમારોહ સભા યોજવામાં આવી હતી. જેમાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ શિવાભાઈ અમૃતિયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઇનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી.જેમાં તત્કાલીન ધારાસભ્ય અમૃતીયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ માટે આપે તે કાર્યકરોને 1.51 લાખ અને તત્કાલીન અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્યે તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને 5 લાખની ગ્રાન્ટ ફાળવણી જાહેરાત કરી હતી. જેથી આ બાબતે બંને તત્કાલીન ધારાસભ્ય અને ભાજપના તત્કાલીન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભા માં મતદારો અને કાર્યકતોને લલચાવે ફોસલાવે તેવા નિવેદન કરવા બદલ આચાર સાહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પૂર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક- એક વર્ષની કેદ અને એક હજારના દંડની આજ ફટકારી હતી.

આ ચકચારી કેસમાં સરકારી વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૭૧ ( બ ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદેદારોને બોધપાઠ રૂપ કડક ચુકાદો આપ્યો હતો.

જોકે કોર્ટે સજા આપ્યા બાદ ત્રણેયને ઉપલી કોર્ટમાં જવા માટે જામીન પાર મુક્ત કર્યા હતા.