જજ લોયા કેસની યોગ્ય તપાસ થાય: રાહુલ ગાંધી

જજ લોયા કેસની યોગ્ય તપાસ થાય: રાહુલ ગાંધી

જજ લોયા કેસની યોગ્ય તપાસ થાય: રાહુલ ગાંધી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના
ચાર જજ દ્વારા
પત્રકાર
પરિષદ યોજીને
સીજેઆઇ દીપક મિશ્રાની
વિરૂદ્ધ ઉઠાવાયેલા સવાલો બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જજ બી એચ
લોયાના ભેદી મૃત્યુના કેસની તપાસ યોગ્ય રીતે થવી જોઇએ. જે મુદ્દાઓ ચાર જજોએ
ઉઠાવ્યા છે તે મહત્વના છે.

‘મને લાગે છે કે જે સવાલ આ
ચાર જજોએ ઉઠાવ્યા છે, તે ઘણા મહત્વના છે. તેમણે લોકતંત્રના ખતરાની વાત કરી છે, જે
અંગે તપાસ કરવી જોઈએ.’ એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

વધુમાં રાહુલે કહ્યું કે ‘તેઓએ
ન્યાયમૂર્તિ લોયા કેસ વિશે પણ એક મુદ્દો ઉઠાવ્યો છે, જેને પણ સુપ્રીમ કોર્ટના
ઉચ્ચતમ સ્તરની તપાસની જરૂર છે.’ જો કે
, તેમણે આ બાબતે વધુ ન કહેતા પોતાનું નિવેદન  સખત અને ઝડપી રીતે સમાપ્ત કર્યું હતું.

ત્યારબાદ કોંગ્રેસ તરફથી
મીડિયા સમક્ષ આ નિવેદન આપવામાં આવ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ
કહ્યું હતુ કે જજોના વિવાદથી કોંગ્રેસ ચિંતિત છે. તેની લોકતંત્ર પર દૂરોગામી અસર
પડશે.