ગુરૂ સંગ રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉજવ્યો વેલેન્ટાઇન વિક

ગુરૂ સંગ રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉજવ્યો વેલેન્ટાઇન વિક

ગુરૂ સંગ રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉજવ્યો વેલેન્ટાઇન વિક

નર્મદા: વેલેન્ટાઇન ડે એટલે પ્રમનો એકરાર  કરવાનો દિવસ. આજના દિવસે પ્રેમી પ્રેમિકા પોતાના પ્રેમનો એકરાર કરી ભેટસોગાદો અને ફૂલોની આપલે કરે છે. જો કે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત આ તહેવારને કંઇક અલગ રીતે ઉજવવાનો અનોખો પ્રયાસ રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ કરી બતાવ્યો.

દેશભરમાં વેલેન્ટાઈન ડે પહેલા અલગ અલગ ડેની ઉજવણીમાં યુવાવર્ગ ખુબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. ત્યારે વેલન્ટાઈન ડે પેહલા પ્રોમિસ ડે, બલૂન ડે, હગ ડે જેવા દરેક દીવસો માટે યુવાવર્ગમાં ભારે ઉત્સાહ હોવાથી તેની આગવી તૈયારી થાય છે. જેમાં ખાશ કરીને સ્કૂલ, કોલેજ જેવી જગ્યા પર આવા દિવસોમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે રાજપીપલાની આર્ટસ એન્ડ સાયન્સ  તથા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ રોજ નવા નવા ડે ની ખુબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા હોય. આ તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ખુદ કોલેજના પ્રિન્સિપાલ શેલેન્દ્રસિંહ માંગરોલા પણ આ દિવસોની ઉજવણીમાં સહભાગી થયા હતા.