Bharuch: આખલાના નિશાને હતા ત્રણ લોકો, પછી શું થયું તે જાણવા જુઓ વિડીયો

Bharuch: ભરૂચમાં મંગળવારના રોજ સાંજના શક્તિનાથ વિસ્તારની આગળ ગરનાળા પાસે એક અખલાએ આતંક મચાવતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી મુજબ, Bharuchના શક્તિનાથ વિસ્તારમાં આંખલાએ આતંક મચાવી લોકોમાં ભય ફેલાવી દીધો હતો. માર્ગ પર ઉભેલ વાહન ચાલક સહિત રસ્તાની સાઈડ પર ચાલતી મહિલાને આખલાએ પગનાં ભાગેથી ઉપર ઉચકી હવામાં ફંગોળી દીધી હતી. જેના કારણે ત્યાં ઉભેલ લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો.

હવામાં ફંગોળાઇને ઘાયલ થયેલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે Bharuchની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેની સમગ્ર ઘટના ત્યાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે Bharuch નગરપાલિકા વિસ્તારના હદમાં અનેકવાર આખલાઓ ભુરાટા બનવાના કારણે ઘણાં લોકો અગાઉ પણ ઘાયલ થયા છે.અને આજે બનેલ આ ઘટનાના લીધે ભરૂચ નગર પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ આ રસ્તા ઉપર ઉભેલ અને લોકોને હેરાન કરતાં પશુઓને ક્યારે પાંજરે કરશે તે જોવું રહયું? અથવા કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે.તેવી લોકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.