સચિન પણ ન કરી શક્યો તે વિરાટે કરી બતાવ્યું : શેન વૉર્ન

સચિન પણ ન કરી શક્યો તે વિરાટે કરી બતાવ્યું : શેન વૉર્ન

સચિન પણ ન કરી શક્યો તે વિરાટે કરી બતાવ્યું : શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વૉર્નનું માનવું છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એ બધું જ અચીવ કરી લીધું છે, જે દુનિયાના મહાન બેટસમેન સચિન તેંડુલકર પણ કરી શકયા નથી. તેની સાથે જ શેન વૉર્ને કહ્યું કે હાલના સમયમાં વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ ક્રિકેટર્સ તમામ ફોર્મેટમાં ઉમદા ક્રિકેટર છે.

શેન વૉર્ને સચિન તેંડુલકર સાથે વિરાટની તુલના ત્યારે કરી રહ્યાં હતા જ્યારે વન ડે મેચમાં સક્સેસફુલ રન ચેજના સંદર્ભમાં વાત થઇ રહી હતી. વનડે મેચમાં રન ચેજ કરતાં વિરાટ કોહલીના નામે ૧૯ સદી છે, જેમાં બે તેંદુલકરથી પણ શ્રેષ્ઠ છે.
શેન વૉર્ને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું જાણું છુંકે જે રીતે વિરાટ રમે છે અને વનડે ક્રિકેટમાં તે જે નંબર પર બેટિંગ માટે આવે છે. એવામાં રન ચેજ કરતાં તમે તેની સદીની સંખ્યા જુઓ. મને નથી લાગતું કે વિરાટ સિવાય કોઇએ પણ આવું કર્યું હોય. એટલે સુદ્ધાં કે સચિન તેંડુલકર પણ તે કરી શકયા નથી, જે વિરાટે કરી દેખાડ્યું છે.

કોહલીના વખાણ કરતાં વૉર્ને કહ્યું કે મેં અત્યાર સુધીમાં જેટલા પણ ક્રિકેટર્સ જોયા છે તેમાંથી વિરાટ એટલો જ શ્રેષ્ઠ છે, જેટલા દુનિયાના બીજા મહાન ક્રિકેટર્સ છે. તેઓ શાનદાર અને ઉમદા ખેલાડી છે. મને તેની ઉર્જા અને ઝનૂન ખૂબ પસંદ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવતા ૧૦ કે તેનાથી વધુ વર્ષ બાદ ક્રિકેટ છોડશે, તો લોકો તેના એ અંદાજમાં વખાણ કરશે જે અંદાજમાં તેંડુલકરના થતા હતા.