સચિનની ‘કિટ અપ ચેલેન્જ’નો વિરાટે કર્યો સ્વીકાર, પોસ્ટ કર્યો વીડિયો

સચિનની ‘કિટ અપ ચેલેન્જ’નો વિરાટે કર્યો સ્વીકાર, પોસ્ટ કર્યો વીડિયો
સચિનની ‘કિટ અપ ચેલેન્જ’નો વિરાટે કર્યો સ્વીકાર, પોસ્ટ કર્યો વીડિયો

સચિનની ‘કિટ અપ ચેલેન્જ’નો વિરાટે કર્યો સ્વીકાર, પોસ્ટ કર્યો વીડિયો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરની ‘કિટ અપ ચેલેન્જ’ને સ્વીકારતા શનિવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વિરાટ આ વીડિયોમાં પેડ, હેલ્મેટ, ગ્લવઝ અને ગાડ્‌ર્સ પહેરતો જોવા મળે છે. તેણે આ ‘કિટ અપ ચેલેન્જ માટે પાર્થિવ પટેલને નોમિનેટ કર્યો છે.’

વિરાટે વીડિયો શેર કરતા લખ્યું કે, ‘સચિન તેંડુલકર પાજી, ફિટનેસ કિટ અપ ચેલેન્જ માટે મને નોમિનેટ કરવા માટે આભાર. હું આ રમત જેને ચાહું છું તેના માટે કિટ તૈયાર કરી રહ્યો છું. હું પાર્થિવ પટેલને કિટ અપ ચેલેન્જ માટે અને વીડિયો શેર કરવા નોમિનેટ કરું છું.’

નોંધનીય છે કે સચિન તેંડુલકરે ગુરુવારે એક નવી જ ફિટનેસ ચેલેન્જ આપી હતી. તેંડુલકરે ‘કિટ અપ ચેલેન્જ’ આપતા લોકોને રમત માટે બહાર નિકળવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા ભલામણ કરી હતી. કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે હમ ફિટ તો ઈન્ડિયા ફિટ ફિટનેસ ચેલેન્જને આગળ ધપાવતા તેંડુલકરને ફિટ તેમજ સ્વસ્થ રહેવા માટે રમતને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો.

સચિન તેંડુલકરે વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુ, બોક્સિંગ ચેમ્પિયન વિજેન્દર સિંહ, હોકી સ્ટાર સરદાર સિંહ અને બેડમિન્ટન પ્લેયર શ્રીકાંતને ‘કિટ અપ ચેલેન્જ’ માટે નોમિનેટ કર્યા હતા.(જી.એન.એસ)