આતંકવાદીની ગોળીથી ઘાયલ થઇ હતી જવાનની પત્ની, આપ્યો એક બાળકને જન્મ

આતંકવાદીની ગોળીથી ઘાયલ થઇ હતી જવાનની પત્ની, આપ્યો એક બાળકને જન્મ
આતંકવાદીની ગોળીથી ઘાયલ થઇ હતી જવાનની પત્ની

આતંકવાદીની ગોળીથી ઘાયલ થઇ હતી જવાનની પત્ની, આપ્યો એક બાળકને જન્મ

જમ્મુ: શનિવારે જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. અને ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પરંતુ આ હુમલામાં એક જવાનની ગર્ભવતી પત્ની પણ આતંકવાદીની ગોળીથી ઘાયલ થઇ હતી.

જૈશે મહોમ્મદના આતંકવાદીઓએ શનિવારે સવારે સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. હુમલા સમયે જવાનની ગર્ભવતી પત્ની સાજદા તેના પરિવારજનો સાથે એ સમયે ક્વાર્ટરમાં જ હતી, જયારે સાજદાને પીઠ પર ગોળી વાગી હતી. સાજદા ઘાયલ થતા તેને સતવારીની મીલિટ્રી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

સાજદાને જ્યારે ગોળી વાગી ત્યારે તે 35 અઠવાડિયા ગર્ભવતી હતી. આતંકવાદીઓએ ગોળીબારી કરતા સાજદાની પીઠ પર ગોળી વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પછી તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ ઘાયલ સાજદાને બચાવી લીધી હતી અને ત્યારબાદ તેના બાળકને પણ બચાવી લેવામાં આવ્યું હતું.

સાજદાએ ડોક્ટરોનો આભાર માનતા જણાવ્યું હતું, “ડોક્ટરોએ મને અને મારી બાળકીને બચાવી લીધી. મને ઘર કરતા પણ વધુ આરામ અહીં હોસ્પિટલમાં મળી રહ્યો છે.”

અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મરી ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટા જથ્થામાં હથિયારો મળી આવ્યા છે. આતંકવાદીઓ સેનાનો યુનિફોર્મ પહેરીને આવ્યા હતા.