કેટલાક લોકો ભારતનું વિભાજન કરી રહ્યા છે: વડાપ્રધાન મોદી

કેટલાક લોકો ભારતનું વિભાજન કરી રહ્યા છે: વડાપ્રધાન મોદી

કેટલાક લોકો ભારતનું વિભાજન કરી રહ્યા છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ શુક્રવારે નેશનલ યુથ
ફેસ્ટિવલમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે “કેટલાક લોકો દેશને વિભાજીત
કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને યુવાનો આ લોકોને યોગ્ય જવાબ આપી રહ્યા છે. અમારા
યુવાનો ક્યારેય ગેરમાર્ગે નહિ દોરાય.”

આ ઉપરાંત,
વડાપ્રધાન મોદીએ સ્વામી વિવેકાનંદના પગલે ભાઈચારા પર પણ ભાર મૂક્યો. સ્વામી
વિવેકાનંદે પણ ભાઈચારો પર ભાર મૂક્યો હતો. ભારતના વિકાસમાં જ આપણી સુખાકારી છે
, એવું સ્વામી વિવેકાનંદ માનતા હતા. આવું મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્ણાટકના બેલગાવી ખાતે પ્રોગ્રામને
સંબોધન કરતા ઉમેર્યું હતું.

પશ્ચિમી દેશોમાં ભારત સામે
ઘણાં ખોટા પ્રચાર હતા જેને સ્વામી વિવેકાનંદે ખોટા સાબિત કર્યા હતા. તેમણે સામાજિક
અનિષ્ટ સામે અવાજ ઉઠાવ્યો હતો
, આવું મોદીએ જણાવ્યું હતું.