સાઉથ આફ્રિકાને ભારતે આપ્યો 275નો લક્ષ્યાંક

સાઉથ આફ્રિકાને ભારતે આપ્યો 275નો લક્ષ્યાંક

સાઉથ આફ્રિકાને ભારતે આપ્યો 275નો લક્ષ્યાંક

પોર્ટ એલિઝાબેથ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની છ મેચની શ્રેણીમાં આજરોજ પાંચમી વન-ડે રમાઇ રહી છે, ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરતાં યજમાન ટીમને જીતવા માટે 275 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

આ પહેલાં શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગમાં આવ્યા હતા, જેમની વચ્ચે ફક્ત 48 રનની ભાગીદારી નોંધાઇ હતી. જોકે રોહિત શર્માએ વધુ એક સદી મારતાં 115 રનની મજબૂત ઇનિંગ રમી હતી. સાથે જ કેપ્ટન કોહલીએ 36 રન, જ્યારે શ્રેયસ ઐયરે 30 રન માર્યા હતા. 50 ઓવરને અંતે ભારતે 7 વિકેટ ગુમાવીને 274 રન માર્યા છે.

સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર લન્ગી નગિડીએ 4 વિકેટ લીધી હતી, જ્યારે રબાડાએ એક વિકેટ લીધી છે.