ધીરે-ધીરે વધતી ઠંડીના પગલે કચ્છમાં સ્વાઇન ફલુનો કાળો કેર

ધીરે-ધીરે વધતી ઠંડીના પગલે કચ્છમાં સ્વાઇન ફલુનો કાળો કેર
Swine flu

ધીરે-ધીરે વધતી ઠંડીના પગલે કચ્છમાં સ્વાઇન ફલુનો કાળો કેર

ધીરે-ધીરે વધતી ઠંડીના પગલે સ્વાઇન ફલુનો પંજો પણ કચ્છમાં મજબૂત બની રહ્યો છે. આજે બે કેસ પોઝિટિવ આવતાં સ્વાઇન ફલુના દર્દીઓનો સિઝનનો આંક 137 પર પહોંચ્યો છે. સત્તાવાર સરકારી તબીબી અધિકારીઓ પાસેથી મળેલી વિગતો મુજબ મુંદરા તાલુકાના વવાર ગામની 52 વર્ષીય મહિલાનો એચવન એનવનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ ઉપરાંત નખત્રાણા તાલુકાના વિથોણ ગામની મુખ્ય બજારમાં રહેતા 52 વર્ષીય મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આમ આ સિઝન દરમ્યાન કચ્છના સ્વાઇન ફલુના દર્દીઓનો આંક 137 પર પહોંચ્યો છે.